Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડમ્પીંગ યાર્ડમાં કચરાના ઢગલામાં વારંવાર આગ લાગવાના બનાવોથી લોકોને ભારે પરેશાન
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા નગરપાલિકાના તરઘડી પાસે આવેલા ડમ્પીંગ યાર્ડમાં ફરી એક વખત આગ લાગતા ધૂમાડાના ગોટાથી આસપાસનું વાતાવરણ છવાઈ જતા લોકો ભારે પરેશાનીમાં મૂકાઈ ગયા હતાં.
મશીનના પટ્ટામાંથી આગ લાગી
જો કે, દર વખતે કોઈક તત્ત્વો આગ લગાડતા હોય કે કંઈ અકસ્માતે આગ લાગતી હોય છે, પણ ગઈકાલે અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ ડમ્પીંગ યાર્ડનો કચરો નિકાલ કરવા કોન્ટ્રાક્ટર અપાયો તેની મશીનરીના પટ્ટા સળગતા તે કચરાના ઢગલામાં ફેલાતા આગ લાગી હતી.
આસપાસ ધૂમાડાના ગોટા સાથે વાતાવરણ છવાઈ જતાં ધરમપુરના અગ્રણી તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમને જાણ થતા તેમણે વધુ એક વખત પાલિકા તંત્રને દોડાવીને આગને કાબૂમાં લેવડાવી હતી.
આગની જાણ થતાં પાલિકાના ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર તાકીદે ટૂકડીઓને મોકલીને આગને વધુ ફેલાતા અટકાવી હતી. અઢી કરોડ રૂપિયા જેવી મોટી રકમથી કચરા નિકાલ કરવાનું કામ કરવા આવનાર કોન્ટ્રાક્ટરની જ મશીનરીમાં આગથી વધુ ઢગલામાં એક વખત આગની ઘટનાથી કોન્ટ્રાક્ટર કેવું કામ કરશે તેની સામે પણ પ્રશ્નાર્થ થયો છે. કેમ કે અગાઉનો કોન્ટ્રાક્ટર કામ અધુરૂ છોડી નાસી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial