Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેસ્ટોરન્ટ-હોટલ માલિકોમાં રાહતની લાગણીઃ
ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધના સંદર્ભમાં ગેસની તંગી ઊભી થતા કોમર્શિયલ ગેસ બાટલાનું વિતરણ બંધ કરી દેવાયું હતું તે દિવસો પછી શરૂ થતા હોટલ-રેસ્ટોરન્ટના માલિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
કોમર્શિયલ ગેસ બાટલા ના મળતા તથા કાળાબજારમાં અતિ મોંઘા ભાવે મળતા હોય, અનેક હોટલ, લોજ, રેસ્ટોરન્ટમાં અમુક વાનગી જ મેનુમાંથી ગુમ થઈ ગઈ છે, તો ખાણીપીણીની રેંકડીઓ ઉપર ખૂબ જ પ્રચલિત 'રગડો' પણ ગરમ માટે ગેસની જરૂર પડતી હોય, ગુમ થઈ ગયો હતો. દ્વારકા જિલ્લાની તમામ એજન્સીઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરો રપ ટકાની મર્યાદામાં (માંગના) આપવામાં આવતા રેસ્ટોરન્ટ તથા હોટલ માલિકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
કલેક્ટર રાજેશકુમાર તન્ના દ્વારા ગેસ વિતરણ અંગે ચેકીંગ મુલાકાત કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી કે.બી. સોલંકી દ્વારા તમામ એજન્સીઓમાં ગેરરીતિ તથા કાળાબજાર અટકાવવા માટે કે.વાય.સી. ફરજિયાત કરવા આદેશ કરવામાં આવ્યો છે, જો કે દ્વારકા જિલ્લામાં ગેસ સિલિન્ડર ઘરેલુનો પૂરતો જથ્થે હોવાનો જિલ્લા તંત્રનો દાવો છે, પણ એજન્સીઓમાં ૧૦૦૦/૧ર૦૦ બેકલોગ ગેસ રિફિલ કરવાની નોંધણી તો સામાન્ય જ છે. તો ઉપયોગમાં ના લેનારા પણ ગેસ બાટલો મેળવીને સંગ્રહ કરતા કે જરૂરતમંદોને ઊંચા ભાવે આપવા લાગ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial