Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરપાટ ઝડપે દોડી આવેલી મોટરે મારી ઠોકરઃ
જામનગર તા. ૧૯: જામનગરના કાલાવડ નાકા બહારના સતવારાવાડમાં રહેતા એક યુવાનના બાઈકને બે સપ્તાહ પૂર્વે દરેડ જીઆઈડીસીના એપલ ગેઈટ-ર સામે એક મોટરે ઠોકર મારતા આ યુવાન તથા તેમના પત્ની અને પુત્ર, પુત્રી ઘવાયા છે. મોટરચાલક સામે પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલા સતવારાવાડ સ્થિત ટીંબાફળીમાં રહેતા મહેશભાઈ દિલીપભાઈ પરમાર નામના યુવાન ગઈ તા.ર૭ની રાત્રે પત્ની રીટાબેન, પુત્ર શુભમ (ઉ.વ.૮), પુત્રી હીરલ (ઉ.વ.૧૧) સાથે જીજે-૧૦-ડીએફ ૨૯૩ નંબરના મોટરસાયકલમાં લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ તરફના રોડ પર જતા હતા. તેઓ જ્યારે એપલ ગેઈટ-ર સામે પહોંચ્યા ત્યારે જીજે-૩-પીએમ ૮૮૩૬ નંબરની મોટરના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. ચારેય વ્યક્તિ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં મહેશભાઈ, રીટાબેન, શુભમને નાની મોટી ઈજા થઈ છે. જ્યારે હીરલને જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial