Advertisement
Author: નોબત સમાચાર

નિરાધાર વૃદ્ધાને પોલીસની શી ટીમે સધિયારો આપી અર્પણ કરી જીવન જરૂરિયાતની વસ્તુઓ

વૃદ્ધાએ હર્ષાશ્રુ સાથે વ્યક્ત કર્યાે પોલીસનો આભારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના બેડેશ્વરમાં રહેતા એક નિરાધાર વૃદ્ધાને મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે સધિયારો આપી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરતા આ વૃદ્ધાએ હર્ષના આંસુ સાથે આભાર વ્યક્ત કર્યાે હતો.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક નિરાધાર વૃદ્ધ મહિલા વસવાટ કરતા હોવાની અને તેઓના પરિવારમાં કમાવવાવાળું કોઈ ન હોવાની વિગત મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમને મળતા પીઆઈ પટેલ તથા સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.

પોલીસ સ્ટાફે તે મહિલાનો સંપર્ક કરતા નિરાધાર એવા આ વૃદ્ધાની દેખરેખ રાખનારી પુત્રી પણ બીમારીના કારણે અવસાન પામી હોવાનંુ જાણવા મળ્યું હતું. પોલીસે અનુકંપા દાખવી આ મહિલાને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેમાં અનાજ, કરિયાણા સહિતની ખાદ્ય સામગ્રીઓનો પણ સમાવેશ થાય છે તે અર્પણ કરતા આ વૃદ્ધાએ હર્ષના આંસુ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh