Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નં. ૧૩માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની રાહબરીમાં વિકાસકાર્યોની હારમાળાની ભેટ

૭૯- જામનગર ( દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં વિકાસ ની વણથંભી રફતાર અવિરત ચાલુ રહી છે, અને વોર્ડ નંબર ૭ અને ૮ અને પછી વોર્ડ નંબર ૧૩ માં પણ એક સાથે કુલ રૂપિયા ૨૦૮. ૮૯ લાખના ૪૦ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.

ક્રિષ્ના પાર્ક મેઈન ચોકમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફુલીયા હનુમાન મંદિર પાસે એકીસાથે બે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

રણજીત સાગર રોડ પર આવેલા ગુરુ નાનક મંદિર પાસે એકીસાથે ૬ કામોના, સંત કેવલરામ મંદિર વાળા ચોકમાં અલગ અલગ પાંચ કાર્યોના એકી સાથે ખાતમુહૂર્ત કરી લેવામાં આવ્યા હતા. જયારે કેનાલ રોડ ભારત ઓટો થી હર્ષદ ગેરેજ પાસેના સમગ્ર વિસ્તારમાં જુદા જુદા ૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

નેશનલ હાઇસ્કૂલ સામે ગુરુદત્તાત્રેય મંદિર પાસે પણ અલગ અલગ પાંચ કામો, સૂરજ બાગની અંદર મેઇન ચોકમાં પણ ત્રણ કામો, સેન્ટ્રલ બેન્કની સામે ભટ્ટફળીમાં અલગ પાંચ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

પટોળી ફળીના મેઇનચોકમાં ૪ કામો તેમજ કિસાન ચોક વિસ્તારમાં સુનિલભાઈ નંદાના ઘર પાસે અલગ અલગ બે કામોના ખાતમુહૂર્ત કરી લેવાયા હતા.

આ તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી ને આવકાર અપાયો હતો. જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી,મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ભાઈ ઠુમ્મર અને મૃગેશભાઇ દવે,વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર કેતનભાઈ નાખવા, પ્રવીણાબેન રૂપડીયા, બબીતાબેન લાલવાણી ઉપરાંત  શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૩ ના ભાજપના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh