Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત
ખંભાળીયા તા. ૨૮: સમાજમાં દીકરીઓ પ્રત્યે ભેદભાવો અંગે લોકોમાં જાગૃતિ લાવવા, સ્ત્રી શિક્ષણ અને આરોગ્ય તેમજ પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ મહિલાઓના અધિકારોના રક્ષણ અને તેમની સુખાકારીમાં વધારો કરવા જેવા વિવિધ હેતુઓથી સમગ્ર દેશમાં ૨૪મી જાન્યુઆરીના દિવસે "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં જન્મેલ દીકરીઓને વધાવવા માટે નાયબ કલેકટર ડો.રિદ્ધિ રાજ્યગુરૂના હસ્તે હોસ્પિટલમાં જન્મેલ ૨૫ દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી' યોજનાના ફોર્મ પણ આપી નિયત સમયમર્યાદામાં દીકરીઓને આ યોજના હેઠળ રૂ।. ૧,૧૦,૦૦૦/- ની સહાય નો લાભ મળી રહે તે માટે પણ સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. ભારથી, ડો.એલ.એન.કનારા, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ હોસ્પિટલના કર્મચારીઓ ઉપરાંત નવજાત દીકરીઓના વાલીઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial