Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૨૫: જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રીના જન્મ દિવસ અવસરે અલગ અલગ વિભાગો આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ સ્વસ્થ નારી સશક્ત પરિવાર, અભિયાન તા. ૧૦-૯-ર૦રપ થી ર-૧પ-ર૦રપ સ્વચ્છ ભારત મિસન ર.૦ દ્વારા સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ તા. ૧૭-૯-ર૦રપ થી તા. ૩૧-૧૦-ર૦રપ સુધી મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ તા. ૧ર-૯-ર૦રપ થી તા. ૧૧-૧૦-ર૦રપ, પ્રધાનમંત્રી આવાસ શહેરી ર.૦, તા. ૧૦-૯-ર૦રપ થી તા. ૩૧-૧૦-ર૦રપ સુધી પી.એમ. સ્વનિધિ યોજના દ્વારા લોકકલ્યાણ મેળો તા. ૧૭-૯-ર૦રપ થી તા. ર-૧૦-ર૦રપ દરમિયાનના અભિયાનનો પ્રારંભ સાંસદ પૂનમબેન માડમના હસ્તે તા. ૧૭-૯-ર૦રપ ના સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (લાલપુર રોડ) થી કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિદસની શુભ કામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ કક્ષાએ ભારતનું સ્થાન ઉપર લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમજ પૂ. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, તથા મોરારજીભાઈદેસાઈ જેવા ખ્યાતનામ નેતાઓએ પણ મહત્ત્વનું યોગદાન આપી ચાર ચાંદ લગાગ્યા છે.
જામનગરના દરેક નાગરિકોએ સ્વચ્છતાને મહત્ત્વ આપવું જોઈએ. જાહેરમાં કચરો ફેંકવો જોઈએ નહીં અને વૃક્ષારોપણ કરવા પણ અનુરોધ કર્યો હતો.
આ સમયે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અભિનંદન પત્ર પાઠવાયા હતાં તથા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, અને સમૂહ સફાઈ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, કમિશનર ડી.એન. મોદી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કનખરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial