Advertisement
Author: નોબત સમાચાર

બહાદુરભાઈ કોઠારી કપ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે આરંભ

જામનગરમાં ક્રિકેટ બંગલાના મેદાન પર

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર શહેરમાં ક્રિકેટની રમત પ્રત્યે જીવ્યા ત્યાં સુધી મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. બહાદુરભાઈ કોઠારીની પુણ્યસ્મૃતિમાં જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા બહાદુરભાઈ કોઠારી કપ ટી-ર૦ સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ પદે રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. રિવાબા જાડેજાનું ક્રિકેટ બંગલાના મેદાન પર બેન્ડ-વાજા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત પ્રવચન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદિયાએ કર્યું હતું, જ્યારે અતિથિપદે ઉપસ્થિત મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ ઉભરતા ક્રિકેટ ખેલાડીઓ માટે આ પ્રકારની ટુર્નામેન્ટ મોટું પ્રોત્સાહન પૂરૂ પાડે છે.

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત નવયુવા ક્રિકેટ ખેલાડીઓ, ક્રિકેટ પ્રેમીઓ તથા વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ક્રિકેટ સહિતની સ્પોર્ટસ ફીઝીકલ ફીટનેસ ઉપરાંત આત્મવિશ્વાસ વધારવામાં મહત્ત્વનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કોઈપણ રમતમાં હાર-જીત ગૌણ છે, પણ તમે જે રમતમાં આગળ વધવા માગો છો તેમાં પોતાનું ૧૦૦ ટકા પરફોમન્સ આપો. ક્રિકેટની રમત જીવનમાં નિવ્યર્સની બનવા સાથે સમયબદ્ધતા, શિસ્તના પાઠ પણ શિખડાવે છે. તેમણે જામનગરના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર ક્રિકેટ ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ આપવામાં સતત કાર્યશીલ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની ભારોભાર પ્રશંસા કરી હતી. આભારદર્શન ભરતસિંહ જાડેજાએ કર્યું હતું. સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ટુર્નામેન્ટના પ્રથમ મેચનો આરંભ રિવાબા જાડેજાએ બેટીંગ કરીને કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જુથના નેતા અશિષભાઈ જોષી, ચંદ્રશેખર બક્ષી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, ડો. વિમલ કગથરા, મુકેશભાઈ દાસાણી, પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ, પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજાના પત્ની યાસીકાકુમારી જાડેજા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના રિનાબા ઝાલા, કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, બહાદુરભાઈ કોઠારી પરિવારના મુકેશભાઈ, અતુલભાઈ તથા અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.

બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ફોર્મેટ સાથેના વિગતો રજૂ કરવા સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન 'નોબત'ના પત્રકાર પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું. કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ મથ્થર, નરેન્દ્રભાઈ કણઝારિયા, દુદાભાઈ વિગેરે જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh