Advertisement
Author: નોબત સમાચાર

બાલંભડીમાં પીજીવીસીએલમાં કરાયેલી અરજી અંગે ખાર રાખી ચાર શખ્સે યુવાનને ધોકાવ્યો

જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર તાલુકાના બાલંભડી ગામના એક યુવાન પર ગઈકાલે બપોરે ચાર શખ્સે લાકડા તથા લોખંડના ધોકા અને મુંઠથી હુમલો કરી માર માર્યાે હતો. પીજીવીસીએલમાં કરવામાં આવેલી એક અરજીનો ખાર રાખી ચારેય શખ્સ તૂટી પડ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના આમરા નજીકના બાલંભડી ગામમાં રહેતા રાજદીપસિંહ મંગલસિંહ ચુડાસમા નામના યુવાન ગઈકાલે બપોરે બાલંભડી ગામમાં ક્ષત્રિય સમાજની વાડી પાસે હતા ત્યારે બાલંભડી ગામના યોગીરાજસિંહ મહોબતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, ઋષિરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.

ઉપરોક્ત ચારેય વ્યક્તિ વિરૂદ્ધ ખેતીની એક જમીન બાબતે અગાઉ રાજદીપસિંહે પીજીવીસીએલ કચેરીમાં અરજી કરી હતી. તે બાબતનો ખાર રાખી ચારેય શખ્સે ધોકા, મુંઠથી હુમલો કર્યાે હતો. યોગીરાજસિંહે લાકડાનો ધોકો ફટકાર્યાે હતો અને રવિરાજસિંહે લોખંડના ધોકાથી હુમલો કર્યાે હતો. દિવ્યરાજસિંહ અને ઋષિરાજસિંહે મુંઠથી માર માર્યાે હતો. જમીન કે અન્ય કોઈ મેટરમાં વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આ શખ્સોએ આપતા સિક્કા પોલીસ મથકમાં રાજદીપસિંહે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh