નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધનું એલાન થવાની શકયતા અને પહેલગામ-કાશ્મીર આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ સમયે આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. એક તરફ યુદ્ધનું ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા-ચીન વચ્ચે એક દિવસ સમાધાનના તો બીજા દિવસે ઘર્ષણના ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર જોવાઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પડકારો સર્જાવાની શકયતાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, પરંતુ ત્યાર બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૯૨% અને નેસ્ડેક ૦.૫૮% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૪૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૦૩ અને વધનારની સંખ્યા ૧૭૫૪ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક - એપ્રિલ ૨૦૨૫ના રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં જાપાનને પાછળ કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે. આઈએમએફ દ્વારા જારી કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક - એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો જીડીપી ૪૧૮૭.૦૧૭ અબજ ડૉલર (અંદાજે રૂા.૩૪૮ લાખ કરોડ) થશે. આ સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં શરૂ કરેલી ટેરિફ વોર વચ્ચે ભારત અને બ્રિટને લાંબા સમયથી અટવાઈ પડેલો દ્વિપક્ષીય ઐતિહાસિક વેપાર કરાર કર્યો હોવાની જાહેરાત કરી, જેના પગલે વ્યાપક સ્તરે કામદારોની જરૂર પડે તેવા ઉત્પાદનોની નિકાસ પરનો ટેક્સ દૂર થશે. આ કરારથી વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ અબજ ડોલર થવાની શક્યતા છે. ભારત અને યુકે વચ્ચે થયેલા વેપાર સોદાનું લક્ષ્ય વર્ષ ૨૦૪૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૫.૫ અબજ પાઉન્ડ સુધી વધારવાનો છે. આ સમજૂતીથી ૨૦૪૦ સુધીમાં બ્રિટનના જીડીપીમાં ૪.૮ અબજ પાઉન્ડનો વધારો થશે. દુનિયા ટ્રમ્પના ટેરિફવોરમાં સપડાઈ છે અને ભારત - પાકિસ્ તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. ત્યારે આવા સમયે ભારતે બ્રિટન સાથે વેપાર કરાર કરવામાં સફળતા મેળવી છે.

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂા.૯૭૩૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૭૩૨૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૭૦૩૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂા.૯૭૦૮૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂા.૯૬૧૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૬૩૧૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૫૯૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૯૬૧૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

ટેક મહિન્દ્ર (૧૫૦૩) ઃ કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૧૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૧૫૩૪ થી રૂા.૧૫૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂા.૧૫૫૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

મહાનગર ગેસ (૧૪૧૦) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂા.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂા.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૪૩૪ થી રૂા.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી પોર્ટ્સ (૧૩૪૦) ઃ રૂા.૧૩૨૭ નો પ્રથમ તેમજ રૂા.૧૩૧૩ બીજા સપોર્ટથી પોર્ટ અને પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૩૫૭ થી રૂા.૧૩૭૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

રામકો સિમેન્ટ્સ (૯૫૫) : સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂા.૯૭૩ થી રૂા.૯૮૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂા.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

સ્ટેટ બેન્ક (૭૬૫) : રૂા. ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૩૦ સ્ટોપલોસ ધ્યાને લઈ પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૭૭૮ થી રૂ. ૭૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh