Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં ગત સપ્તાહના અંતે અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા - ચીન ટેરિફ યુદ્ધમાં સુલેહની શકયતા, રશિયા-યુક્રેન યુદ્ધ વિરામના સંકેત તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી હોવા છતાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો આઉટફ્લો તેમજ પહેલગામ-કાશ્મીરમાં આતંદવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન યુદ્ધના ટેન્શન વચ્ચે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નજીવા ઘટાડા સાથે થઇ હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિન્હરૂ૫ પર પહોંચી ગયા છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો તેમજ એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પે બજારોમાં અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા સર્જી છે. તેના પરિણામે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩%થી નીચે કર્યો અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૮% અને નેસ્ડેક ૦.૫૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૯% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ફોકસ્ડ આઈટી, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, હેથ્કેર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૭ અને વધનારની સંખ્યા ૯૦૮ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.
ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો એસટીઓએક્સએક્સ ૬૦૦, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે ૧% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત ૧.૨% ઘટયા છે. ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ. ૯૫૩૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૫૩૫૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૦૯૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૪૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૫૧૪૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૯૬૧૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૧૩૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૦૩૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૯૬૦૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....
ઈન્ફોસિસ લિ. (૧૫૦૧) : ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૫૫૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૩૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૬૬) : રૂ.૧૨૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૪ થી રૂ.૧૨૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
અદાણી પોર્ટ્સ (૧૨૧૯) : પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૦૪૩) : રૂપિયા ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૩ સ્ટોપલોસ ધ્યાને લઈ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૭૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.