Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંજે ૭-૪પ થી અડધો કલાક બ્લેક આઉટઃ
ખંભાળિયા તા. ૭: જાહેર સલામતિને સુનિશ્ચિત કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી 'ઓપરેશન અભ્યાસ' અન્વયે મોકડ્રીલ યોજાશે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંજે ૭-૪પ કલાકથી ૩૦ મિનિટ સુધી બ્લેક આઉટ રખાશે. મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય વિકટ પરિસ્થિતિમાં નાગરિકોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે, તેમ જણાવી કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ નાગરિકોને ભયભીત ન થવા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયએ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને ૭ મે ના 'એર રેઈડ સાયરન' સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે, જે અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં યુદ્ધ, હવાઈ હુમલા જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટે ૭ મે ના સાંજે ૪ થી ૮ કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઈટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો, શો-રૂમ્સની નિયોન સાઈન લાઈટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઈન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે. લોકોએ ઘરના બલ્બ, ટ્યુબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને આ બાબતે નાગરિકોને સમજુત કરવામાં આવનાર છે.
ઉપરાંત, કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલે સાંજે ૭-૪પ કલાકથી ૩ મિનિટ સુધી બ્લેક આઉટ (અંધારપટ) કરવામાં આવશે, જેમાં નાગરિકોમાં ભય ન સર્જાય, પરંતુ જાગૃતતા કેળવાઈ તેવો ઉમદા ભાવ છે. બ્લેક આઉટ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઈટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઈલ ફોન અથવા ફ્લેશલાઈટનો ઉપયોગ કરવાનું ટાળવાનું પણ જણાવવામાં આવ્યું છે.
આ તકે બેઠકમાં નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોષી વિગેરે તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial