Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મુકેશભાઈ નારણદાસ દાણીધારીયા, તે નિસર્ગના પિતા, જમનભાઈ (ગાંધીનગર)ના ભાઈ, સ્વીકાર (શીવા)ના કાકાનું તા. ૩૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (બેસણું) તા. ૧-૨-૨૬, રવિવારના સાંજે ૪ થી ૬ તૃપ્તેશ્વર મહાદેવ મંદિર, જી.ઈ.બી. કોલોની, સિક્કામાં રાખવામાં આવી છે.
અમદાવાદઃ (જામનગરના વતની) અશ્વિનભાઈ બાબુલાલ પારેખ (ઉ.વ.૭૨) (પી.ડબલ્યુ.ડી.-જામનગર) તે હિનાબેનના પતિ, વિધી રિશીત વોરા, સિદ્ધાર્થના પિતા, સ્વ. નલિનકાંત, પ્રવિણચંદ્ર, જગદીશભાઈ, સ્વ. રંજનબેન પારેખ, સ્વ. ડો. ભારતીબેન ડી. શેઠના ભાઈ, સ્વ. ચંપાબેન કેશવાલાલ ધોળકીયાના જમાઈ તા. ૩૦-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨-૨ ના સોમવારે સવારે ૮ થી ૧૦ સેરેનીટી સ્પેસ, વિશ્વાસ સિટી - ૯, જગતપુર રોડ, ગોતા, અમદાવાદમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ન્યુ મોર્ડન વોશિંગવાળા ઉર્મિલાબેન શાંતિલાલ ભુદ્રાણી, તે હરેશભાઈ, હસમુખભાઈ, વિપુલભાઈના માતા, ભાવેશભાઈ, રવિભાઈ, કરણભાઈ, સચીનભાઈ, હર્ષલભાઈ ભુદ્રાણીના દાદીમાનું તા. ૩૧-૧ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧-૨-૨૬ને રવિવારે સવારે ૧૦ થી૧૦:૩૦ દરમ્યાન બ્રાહ્મણ બોર્ડીંગ, કૃષ્ણનગર શેરી નં. ૧, જેકુલબેન સ્કૂલ રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ચંદુભા દાનુભા જાડેજા (કોઠા ભાડુકીયા)નું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩૧-૧-૨૬ના સાંજે ૪ થી ૫ દરમ્યાન ભાઈઓ માટે ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં અને બહેનો માટે તેમના નિવાસ સ્થાન એ/૧૪, ગાંધીનગર, જામનગરમાં રાખવામાં આવેલ છે.