Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા યોજાયેલ
અમદાવાદ તા. ૧૮: તા. ૧૩ નવેમ્બર ૨૦૨૫ના પોરબંદરના માધવપુર બીચ પર ત્રિ-સેવા કવાયત (ટીએસઈ-૨૦૨૫) 'ત્રિશૂલ'નું સમાપન થયું ત્યારે દ.પ. વાયુ કમાન્ડના એરકમાન્ડરે મીડિયાને સંબોધન કર્યુ હતું.
માધવપુરમાં ૧૩ નવેમ્બર ૨૦૨૫ના ત્રિ-સેવા કવાયત (ટીએસઈ-૨૦૨૫) ત્રિશૂલના સમાપન પ્રસંગે યોજવામાં આવેલા એક ડેમોસ્ટ્રેશનમાં દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નગેશ કપૂરે મીડિયાને સંબોધિત કર્યું હતું.
નવેમ્બર ૨૦૨૫ની શરૂઆતમાં મુખ્ય સેવા તરીકે ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય ભૂમિસેના અને ભારતીય વાયુસેના સાથે મળીને સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન્સની પાછળ કેટલાય મહિનાઓનું પ્લાનિંગ અને તૈયારીઓ હતા. આ સંવાદ પૂરો થયા પછી, એમ્ફિબિયસ ઓપરેશન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય સેવાઓના ઘટકો સામેલ કરીને સંયુક્ત પ્લાનિંગ અને અમલીકરણની પરાકાષ્ટા રજૂ કરવામાં આવી હતી.
ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા ટીએસઈ-૨૦૨૫નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ભૂમિસેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઇ કમાન્ડ મુખ્ય સહભાગી ફોર્મેશન હતા. આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી (ક્રીક) અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે ઓપરેશન્સ, તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં એમ્ફિબિયસ ઓપરેશન્સ સહિત વ્યાપક દરિયાઈ ઓપરેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા.
આ કવાયતમાં મુખ્યરૂપે સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા પર અને ત્રણેય સેવાઓમાં મલ્ટી-ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સમન્વયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેથી સંયુક્ત પ્રભાવ-આધારિત ઓપરેશન્સ સક્ષમ કરી શકાય.
જીઓસી-ઇન-સી, એસસી, એઓસી-ઇન-સી, એસડબલ્યુએસી અને એફઓસી-ઇન-સી, ડબલ્યુએનસી દ્વારા ૧૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી, જેમાં તેમણે કવાયત દરમિયાન સંબંધિત સેવાઓના ઓપરેશન્સ વિશે પરિપ્રેક્ષ્ય આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial