Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૧ નવેમ્બરે આયોજનઃ
જામનગર તા. ૧૮: આઈ.ટી.આર.એ. માં પંચકર્મ વિભાગમાં અમ્લપિત્ત એટલે કે ભારે એસીડિટી પિડિત દર્દીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે પંચકર્મ વિભાગમાં તા. ૨૧ નવેમ્બરના સવારે ૯ થી ૧૨:૩૦, સાંજે ૪ થી ૬ તેમજ ૨૨ નવેમ્બરે સવારે ૯ થી ૧૨:૩૦ દરમ્યાન ઓ.પી.ડી. નંબર ૧૨-એ, આઈ.ટી.આર. કેમ્પસમાં રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક અનુમાન અનુસાર વર્તમાન બદલાતી જીવનશૈલીને કારણે હાઈપર એસીડિટીનો દર દેશમાં ૮ થી ૩૦ ટકા સુધી પહોંચી ચૂક્યો છે. તેના લક્ષણોમાં સામાન્ય પાચન તકલીફ, વધુ પડતી એસીડિટી, પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ભૂખ ન લાગવી, નબળાઈ અને ઉલ્ટી જેવા હોય છે. આ સમસ્યાનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો પેટમાં અલ્સર, ભારે ગેસ-અપચો, માથાનો દુઃખાવો, અનિંદ્રા અને ચિડિયાપણું વધી શકે છે.
આ કેમ્પમાં પંચકર્મ પદ્ધતિથી નિષ્ણાત વૈદ્યો દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે, ઉપરાંત વ્યક્તિગત આહાર-વિહાર, જીવનશૈલી સુધાર અને જરૂરી કિસ્સાઓમાં વમન-વિરેચન પણ કરી આપવામાં આવશે. આ નિદાન-ચિકિત્સાનો લાભ લેવા સંસ્થાના નિયામક ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial