Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન નેકલેસ ખરીદવા ઉત્સુક કાલાવડના યુવાનને ભોળવીને બેંક ખાતામાંથી ઉપાડી લેવાયા રૂ।.૪,૧૫,૦૩૫

નેકલેસ સ્ટોકમાં ન હોવાનું જણાવતો ફોન કરનાર શખ્સે ચોપડી દીધો ચૂનોઃ ઓનલાઈન ખરીદીનો નશો બની રહ્યો છે ઘાતકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: કાલાવડમાં એક યુવાને ઓનલાઈન મળેલી લીંક મારફતે રૂ।.૨૩૯૯નો નેકલેસ ઓર્ડર કર્યા પછી તેઓએ મંગાવેલો નેકલેસ હાલમાં સ્ટોકમાં નથી તેમ જણાવતો ફોન અજાણ્યા શખ્સે કર્યા પછી એડવાન્સ ચૂકવાયેલી નેકલેસની રકમ પરત આપવા માટે ગૂગલ પે પરથી રીકવેસ્ટ મોકલવાનું કહી વાતોમાં ફસાવી આ યુવાન પાસેથી ગૂગલ પેનો પીન નંબર મેળવી લઈ તેમાંથી રૂ।.૪,૧૫,૦૩૫ ઉપાડી લેતા અને તે બાબતની આ યુવાનના પિતાને જાણ થતાં બે સપ્તાહ પૂર્વેના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન ખરીદી કરવાનો અનોખો નશો ધરાવતા લોકો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

છેતરપિંડીના આ ગુન્હાની વધુ વિગત મુજબ કાલાવડ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા ચીમનભાઈ દામજીભાઈ ફળદુ નામના પટેલ આસામીના પુત્ર દક્ષએ ચાલુ મહિનામાં ઓનલાઈન ખરીદી માટે એક સાઈટની વિઝીટ કરી હતી. જેમાં તેઓએ રૂ।.૨૩૯૯ની કિંમતનો નેકલેસ મંગાવવા માટે રીકવેસ્ટ નાખી હતી.

તે પછી ગઈ તા.૧૬ની સાંજે દક્ષ ફળદુને ૭૭૨૬૦ ૬૮૫૮૮ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામા છેડે રહેલા વ્યક્તિએ તમે મંગાવેલી વસ્તુ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું તેથી દક્ષભાઈએ પોતાની મંગાવેલી વસ્તુ હાજરમાં ન હોય તો પોતાનું પેમેન્ટ પરત આપી દેવા જણાવ્યું હતું.

આ વેળાએ તે રકમ દક્ષભાઈના ગૂગલ પે પર બનતી ત્વરાએ આવી જશે તેમ જણાવી ગૂગલ પે પરથી પૈસા પરત મેળવવા માટે રીકવેસ્ટ મોકલવાની વાત કરી હતી. તેમાં ભોળવાઈ ગયેલા દક્ષભાઈએ પોતાનો પીન નંબર આ શખ્સને આપ્યો હતો અને થોડી જ વારમાં દક્ષભાઈના પિતા ચીમનભાઈના બેંક ખાતામાંથી રૂ।.૪,૧૫,૦૩૫ ઉપડી ગયા હતા.

પોતાના ખાતામાંથી રકમ ઉપડ્યાની ચીમનભાઈને મેસેજ મારફત જાણ થતાં તેઓએ પુત્ર સાથે વાતચીત કરતા તેઓએ રૂ।.૨૩૯૯ના ઓનલાઈન મંગાવેલા નેકલેસના પૈસા પરત આવવાના છે, તે માટે હમણા જ વાત થઈ છે તેમ કહ્યા પછી પીન નંબર આપ્યાની અને તેનો ગેરઉપયોગ કરી કોઈ શખ્સે ઉપરોક્ત રકમ દક્ષભાઈના પિતાના ખાતામાંથી ઉપાડી લીધાની વિગત જણાઈ આવી હતી. આ બાબતની ગઈકાલે ચીમનભાઈ દામજીભાઈ ફળદુએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ જે.એસ. ગોવાણીએ બીએનએસની કલમ ૩૧૮ (૪) તથા આઈટી એક્ટની કલમ ૬૬ (સી) (ડી) હેઠળ ગુન્હો નોંધી જે મોબાઈલ નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તેના ધારક અને તેના સાગરિતોની શોધ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh