Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચરાની ગાડીના ડ્રાઈવરોનો આતંક જારીઃ
જામનગર તા. ૬: જામનગરના કાલાવડ નાકા નજીક રબાની પાર્કમાં ગઈકાલે એક બાળકીને કચરાની ગાડી ના ડ્રાઈવરે ઠોકર મારી ઈજા પહોંચાડતા રોષ પ્રસર્યાે છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા રબાની પાર્કમાંથી ગઈકાલે સાંંજે જામનગર મહાનગર પાલિકાની જીજે-૧૦-ટીએક્સ ૩૩૨૧ નંબરની કચરા માટેની ગાડી પસાર થતી હતી.
તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા ત્યાં ચાલીને જતી બે વર્ષની એક બાળકી આ ગાડીની ઠોકરે ચઢી ગઈ હતી. ઘવાયેલી બાળકીને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કચરો એકઠો કરવા માટે લતા-લતામાં ફરતી આ ગાડીના ચાલકો અવારનવાર આ પ્રકારના અકસ્માતો સર્જતા રહે છે. તે પછી પણ કડક કાર્યવાહી ન થતાં કચરાની ગાડીવાળા બેફામ ડ્રાઈવીંગ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial