Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સમાં જામનગર શહેરની શાળાઓ જોડાઈ

પ્રાથમિક-માધ્યમિક સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત  સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને સરકારી માધ્યમિક શાળાઓમાં  સ્કૂલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં વિકાસ કરવા માટે તેમજ તેઓની શાળા કક્ષા એ સક્રિય ભાગીદારી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

શાળાના વિકાસ માટે બંને સમિતિના સભ્યોને પ્રોત્સાહિત કરવા તથા વિવિધ બાબતોથી માહિતગાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગત તા.૨૮-૪-૨૦૨૫ અને  સોમવારના સવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - જામનગર હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણજીતનગરમાં આવેલ શાળા નંબર ૧૦/ ૩૭માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા. તથા સોનલનગરમાં  આવેલ શાળા નંબર-૩૧/૫૭માં ધારાસભ્ય રીવાબા જાડેજા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

વિડીયો કોન્ફરન્સ પછી બંને ધારાસભ્યોએ મુખ્યમંત્રી  એ આપેલ માર્ગદર્શન મુજબ બંને શાળામાં ઉપસ્થિત સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વાલીઓ વગેરેને શાળા વિકાસમાં તેમજ ભૌતિક સગવડતાઓમાં સહભાગી થવા તેમજ શાળામાં નિયમિત મુલાકાત લઇ અને આચાર્યો સાથે જરૂરી સંકલન કરવા જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh