Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સ્વીમીંગ પુલના સંચાલક કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માગણી

કરોડોની જમીન નજીવા ભાડે આપતા વિવાદ થયો હતો તે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: ખંભાળિયા પાલિકાનો કરાડો રૂપિયાની જગ્યા પર ૮૮ લાખ જેવી મોટી રકમના ખર્ચે બનેલો અદ્યતન સ્વીમીંગ પુલ શરૂ થયાના પંદર દિવસમાં વિવાદમાં આવ્યો છે.

ખંભાળિયા પાલિકાની કરોડોની જમીન પર અત્યંત નજીવા ભાડેથી અપાયેલો આ સ્વીમીંગ પુલ પ્રથમથી જ વિવાદમાં છે, ત્યારે ગઈકાલે ધૂળેટીના શહેરના લોકો ઉત્સાહપૂર્વક ધૂળેટી ઉજવીને આ સ્વીમીંગ પુલની મઝા લેવા જતા ચોંકી ગયા હતાં. કેમ કે આ સરકારી સ્વીમીંગ પુલમાં ગઈકાલે તહેવાર હોય, એક કલાકનું ભાડું રૂ।. ૧૦૦ ના બદલે ર૦૦ રૂપિયા રાખ્યું હતું.

આ અંગે કોંગ્રેસના અગ્રણી કપિલભાઈ ત્રિવેદી કે જેઓ પરિવાર સાથે ત્યાં નાહવા ગયેલા તેમણે ફરિયાદ કરતા ત્યાં એક ટી.વી. ચેનલના પત્રકાર કવરેજ કરવા પહોંચતા તેમને પણ સ્વીમીંગ પુલ સંચાલકો દ્વારા કનડગત કરાઈ હતી. તેવા આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતા પત્રકારોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી.

સ્વીમીંગ પુલ સંચાલનના કરારનામામાં તહેવારોમાં ડબલ પૈસાનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં પણ આવી રીતે વર્ષે લાખ રૂપિયાના નજીવા ભાડા છતાં ૧૦૦ થી ર૦૦ લેવાતા હોય, એગ્રીમેન્ટ ભંગ બદલ તાકીદે આ એજન્સીને બ્લેકલીસ્ટ કરીને પગલાં ભરવાની નાગરિકોમાં માગણી ઊઠી છે. પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ ફરિયાદો થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh