Advertisement
Author: નોબત સમાચાર

'જૈન શક્તિ એવોર્ડ' માટે સમાજ સેવિકા અને મહિલા અગ્રણી ગીતાબેન સાવલાની પસંદગી

સમાજ સેવા કરનારાઓને એવોર્ડ આપી સન્માન કરાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના જૈન શક્તિ ગ્રુપ દ્વારા આગામી તા. ર૯-૩-ર૦ર૬ ના દિને સાંજે પ-૩૦ વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સ. એન્ડ ઈન્ડસ્ટ્રીના હોલમાં સમાજસેવાના કાર્યો કરનારાઓનું જૈન શક્તિ એવોર્ડથી સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ન.પા.શિ. સમિતિના પૂર્વ અધ્યક્ષ તેમજ લાયન્સ ક્લબ, મહિલા બેંક, કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, ઓશવાળ સમાજ વિગેરે સંસ્થાઓમાં વિવિધ પદ પર રહી સમાજ સેવાના કાર્યોમાં સતત કાર્યશીલ એવા મહિલા અગ્રણી ગીતાબેન દિલીપભાઈ સાવલાની પ્રતિષ્ઠિત 'જૈન શક્તિ એવોર્ડ-ર૦ર૬' માટે પસંદગી કરવામાં આવી છે.

સકારાત્મક સમાજસેવાની નોંધ લઈ તેમના ઉત્કૃષ્ટ કાર્યોને બિરદાવવા આ સન્માન કરવામાં આવી રહ્યું હોવાનું જૈન શક્તિ ગ્રુપના પ્રમુખ કિરીટભાઈ મહેતા, ઉપપ્રમુખ મનિષભાઈ મારૂ, મહામંત્રી જયભાઈ દોશી, મંત્રી નિખિલભાઈ કામદાર તથા ખજાનચી મિલાપભાઈ કોઠારીની યાદીમાં જણાવાયું છે. સંસ્થાએ ગીતાબેન સાવલાની સેવાને સમસ્ત જૈન સમાજ માટે ગૌરવ ગણાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh