Advertisement
Author: નોબત સમાચાર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સેન્ટરને અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત

જામનગરમાં નિર્માણ પામી રહેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ કેન્દ્ર સરકારના નાણામંત્રીએ ગઈકાલે આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં જામનગરના આયુર્વેદ ક્ષેત્રનો પણ સમાવેશ કરાયો છે.

જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્માણાધીન વૈશ્વિક પરંપરાગત મેડીસીન સેન્ટરના પુરાવા આધારીત સંશોધન, તાલીમ અને જાગૃતિને વેગ આપવા માટે અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે.

જેને જામનગરના તબીબી જગતે આવકાર આપ્યો છે. આયુર્વેદ - યુનાની સહિતની ૧૩૦ જેટલી વિશ્વભરની ચિકિત્સા પદ્ધતિને વેગ મળશે.

જામનગરમાં લાખાબાવળ નજીક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા સંચાલિત થનાર સેન્ટરનું કામ ૮૦% જેટલું કામ પૂર્ણ થયું છે. જેને અપગ્રેડ કરવાથી પરીક્ષણોમાં વધુ લાભ મળશે. જામનગર શહેર આયુર્વેદ પદ્ધતિથી સારવાર માટે મહત્ત્વનું છે. જ્યાં ગુલાબકુંવરબા આયુ.યુનિવર્સિટિી રાજાશાહી વખતથી સ્થપાયેલી છે.

નાણામંત્રીએ ત્રણ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત આયુષ ફાર્મસી અને ડ્રગ ટેસ્ટીંગ લેબોરેટરી પણ ઉંચા દરજ્જાના સર્ટિફીકેશનની ઈકોસીસ્ટમ સાથે વિકસાવવાની જાહેરાત કરી છે. તેમજ કુશળ કર્મચારીઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવે તેમ કહેવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh