ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત...!!

તા. ૦૬-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગમાં આ વખતે રેપો રેટ ૫.૫% જાળવી રાખવાનો નિર્ણય લેવાયા છતાં આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપવામાં આવતાં અને આર્થિક વૃદ્વિનો અંદાજ પણ વધારીને કોર્પોરેટ માટે ધિરાણ ઉપલબ્ધિ વધારવા, એક્વિઝિશન, ગ્રાહક રક્ષણ વધારા અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને વેગ આપવા ઘણા નિયામક પગલાં જાહેર કરાતા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેની પોઝીટીવ અસરે ઉછાળો જોવાયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, નબળા આર્થિક ડેટા ઉપરાંત શટડાઉનને કારણે અમેરિકામાં ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ કારણે ડોલરમાં નબળાઈ નોંધાતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રુડઓઈલના પૂરવઠામાં વધારો થવાની ધારણાંએ ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૧% વધીને અને નેસ્ડેક ૦.૨૮% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૮ અને વધનારની સંખ્યા ૧૮૦૨ રહી હતી, ૨૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર બેન્કેકસ, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, એનર્જી અને ટેક સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૧૮,૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૯,૫૬૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૮,૯૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૬૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૯,૪૭૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૬,૬૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૭,૭૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૬,૬૨૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૬૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૭,૫૧૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૪૪) : પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૬૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૧૭૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિંદો ફાર્મા (૧૦૯૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એસબીઆઈ કાર્ડ્સ (૮૮૦) : રૂ.૮૬૩ નો પ્રથમ તેમજ રૂ.૮૫૦ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા ટેકનોલોજી (૭૦૭) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ઝિટ લોડમાં થયેલા તાજેતરના ઘટાડા ભારતીય શેરબજાર માટે મહત્વપૂર્ણ સંકેત છે. મ્યુચ્યુઅલ ફંડની અગ્રણી સંસ્થાઓએ સ્પર્ધાને પહોંચી વળવા તથા રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક્ઝિટ લોડ ઘટાડી દીધો છે. આ બદલાવ ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે ફાયદાકારક છે, કારણ કે એક્ઝિટ લોડ તેમની વળતર ક્ષમતા પર સીધી અસર કરે છે. ટૂંકા ગાળામાં, આ પ્રકારની નીતિઓ રોકાણકારોને વધુ સરળતા સાથે પ્રવેશ-પ્રસ્થાન કરવાની તક આપે છે, જેના કારણે માર્કેટમાં વધુ પ્રવાહીતા જોવા મળશે. વધારે રોકાણકારોની ભાગીદારી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મજબૂત બનાવશે અને એફઆઈઆઈ તથા ડોમેસ ્ટિક રોકાણકારો વચ્ચે વિશ્વાસ વધારશે, જે શેરબજારમાં સતત સકારાત્મક પ્રવાહ જાળવી શકે છે.

આ પ્રવૃત્તિ માત્ર સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી, પરંતુ ભારતીય બજારને વધુ પારદર્શક અને રોકાણકાર-કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ છે. ઓછા એક્ઝિટ લોડને કારણે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ આકર્ષક વિકલ્પ બની શકે છે, જે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે. પરિણામે, ઇક્વિટી બજારમાં લાંબા ગાળાના મૂડી પ્રવાહમાં વધારો થવાની શકયતા છે, જે ઈન્ડેક્સ સ્તરે સ્થિરતા અને વૃદ્ધિને ટેકો આપશે. તેથી, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની આ બદલાતી નીતિઓ ભારતીય શેરબજાર માટે સકારાત્મક બની શકે છે.

close
Ank Bandh