Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય વાયુસેનાએ આપ્યો તમામ પ્રકારનો સહયોગ
જામનગર તા. ૪: જામનગરના એરફોર્સ રન-વે ઉપર કોરીયન એરફોર્સના વિમાનોનું થોડીવાર માટે ઉતરાણ થયુ હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરીયા રિપબ્લિક એરફોર્સ ટુકડીને લેન્ડીંગ અને ટેકનીકલની પરવાનગી આપવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ 'બ્લેક ઈગલ્સ' (મ્ઙ્મટ્ઠષ્ઠા ઈટ્ઠખ્તઙ્મીજ) ના નવ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાની 'બ્લેક ઈગલ્સ' ટીમના ૯ ફાઈટર જેટ અને ૧ ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.
આ કાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ (વચગાળાનો વિરામ) લીધો હતો. આ ૯ ટી-૫૦ ગોલ્ડન ઈગલ વિમાનો સાઉદી અરેબિયા જઈ રહૃાા છે. આ ટીમ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રિયાધમાં યોજાનારા 'વર્લ્ડ ડિફેન્સ શો ૨૦૨૬' માં પોતાનું શાનદાર એરોબેટિક પ્રદર્શન રજૂ કરશે. સપોર્ટ સ્ટાફને લઈ જતું એક સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ પ્લેન પણ આ કાફલા સાથે ઉડી રહૃાું હતું, જ્યારે અન્ય બે સી-૧૩૦ વિમાનો રાત્રે પાછળથી જોડાવાના હતા.
દક્ષિણ કોરિયન એરફોર્સના જવાનો સહિતની આ ટીમ રવિવારે સવારે નાગપુર પહોંચી હતી. નાગપુરથી ઉડ્યા બાદ આ ટીમ જામનગરમાં આવી પહોંચી હતી. ભારતીય વાયુસેના (આઈએએફ) એ આ ટીમને ઉતરાણ, ટેકનિકલ સુવિધાઓ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. આ ટીમ ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નાગપુર એરફોર્સ સ્ટેશન પર રોકાઈ હતી.
ઉલ્લ્ેખનિય છે કે, આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી, રસ્તામાં અલગ-અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે. અહેવાલો મુજબ, આ કાફલાએ જાપાનમાં પણ ઈંધણ ભરવા માટે વિરામ લીધો હતો. જાપાનમાં બ્લેક ઈગલ્સને રિફ્યુલિંગ સપોર્ટ મળ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે, જે બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો સંકેત આપે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાન દ્વારા રિફ્યુલિંગની મનાઈ કરવાને કારણે આ ટીમ દુબઈ એર શોમાં ભાગ લઈ શકી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial