Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયાઃ ગં.સ્વ. રીટાબેન દિનેશભાઈ કાનાણી (ઉ.વ.૫૨) અને નિધિબેન દિનેશભાઈ કાનાણી (ઉ.વ.૨૮) તે સ્વ. દિનેશભાઈ દામોદરભાઈ કાનાણીના પત્ની અને પુત્રી તથા અક્ષયભાઈના માતા અને મોટાબેન, પોરબંદર નિવાસી પ્રવિણચંદ્ર ગોકલદાસ કોટેચાના પુત્રી અને ભાણેજનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા મોસાળપક્ષની સાદડી તા. ૩૧ ને ગુરૂ.વારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ માટે દુધેશ્વર મહાદેવ મંદિરે તથા બહેનો માટે લક્ષ્મીનારાયણ મંદિરે ભાટીયામાં રાખેલ છે.
જામનગરઃ રેખાબેન ગિરીશભાઈ ટાંક (ઉ.વ.૮૨) તે ગિરીશભાઈ જીવરાજભાઈ ટાંક (ભૂતપૂર્વ સિટી સિવિલ એન્જિનિયર,જે.એમ.સી.)ના પત્ની, સ્વ. શાંતાબેન જીવરાજભાઈ ટાંક (ભૂતપૂર્વ પ્રોજેકટ ચેરમેન, જે.એમ.સી.)ના ભાભી, કાંતિલાલ ધોરીયાના પુત્રી, જીજ્ઞા, હેમા, ડો.ઝંખના, ડો.નેહા, રૂ.પાના સ્નેહમય માતા, દિલીપ પરમાર, ડો. સુધીર જુરાવોન, ડો. જોબન મોઢા, રાકેશ ગોકુલસિંહના સાસુનું તા. ૩૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. ૧-૮-૨૫ ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે ,જામનગરમાં રાખવામાં આવેલ છે.
જામનગર નિવાસી (મૂળ ફગાસ) ગજેન્દ્રસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.૮૦) તે ઘનશ્યામસિંહના ભાઈ, હરિશ્ચંદ્રસિંહ (ભયલુભાઈ) ના પિતાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં.૫/૫, જામનગરમાં રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૭-૮-૨૫ ના તેમના નિવાસસ્થાન 'પિતૃઆશિષ' પટેલ કોલોની, શેરી નં.૭/૪, જામનગરમાં રાખેલ છે.