Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૧૫,૨૮૦૦૦ના ચેક પરતની ફરિયાદમાં થઈ હતી સજાઃ
જામનગર તા. ૭: જામનગરના એક આસામીએ પોતાની મશીનરી ભાડે આપ્યા પછી તેના ભાડા પેટે અપાયેલો ચેક પરત ફર્યાની કોર્ટમાં કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને રૂ।. ૧૫, ૨૮,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ હુકમ સામે કરાયેલી અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ રદ કરી આરોપીનો છુટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં આવેલી બાપા સીતારામ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના ભાગીદાર જેસાભાઈ હમીરભાઈ બેડીયાવદરા તથા થેમના ભાગીદારોને સત્યમ ટ્રાન્સપોર્ટ નામની પેઢીના સંચાલક દિનેશભાઈ રાજાભાઈ પીઠીયા સાથે વેપારી સંબંધ હતો, દિનેશભાઈએ પંચમહાલ જિલ્લામાં ચાલતા પોતાના ખોદકામના પોતાના કોન્ટ્રાકટ માટે જેસાભાઈ પાસેથી હિટાચી મશીન, ડમ્પર વગેરે સામાન ભાડે રાખ્યા હતા.
ત્યાર પછી ચઢત થયેલું રૂ।. ૧૫, ૨૮,૦૦૦નું ભાડુ ચૂકવવા માટે દિનેશભાઈએ પોતાની પેઢીનો ચેક બાપા સીતારામ એન્ટરપ્રાઈઝને આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની ફરિયાદ જેસાભાઈએ અદાલતમાં નોંધાવી હતી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દિનેશભાઈ રાજાભાઈ પીઠીયાને બે વર્ષની કેદ અને ચેકની રકમ ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
તે હુકમ સામે આરોપી દિનેશભાઈ પીઠીયાએ ઉપરની અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલવામાં આવતા તે પક્ષે આ કેસ નીચેની કોર્ટમાં ચાલી ગયો છે અને નીચેની કોર્ટે પૂરાવાને ધ્યાને લઈને આરોપીને તકસીરવાન ઠરાવી સજા યથાવત રાખવા દલીલ કરી હતી. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદીની પેઢીએ ક્રિષ્ના સ્ટોન કવોરીને મશીનરી ભાડે આપી હોય તેવો કોઈ કરાર કે કોઈ દસ્તાવેજ રજૂ કરાયા નથી તેથી કાયદેસરનું લેણું સાબિત થઈ શકતું નથી.
બંને પક્ષોની રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીની અપીલ મંંજુર રાખી નીચેની કોર્ટનો હુકમ રદ કર્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર.ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial