Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા
જામનગર તા. ૩: સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૬મી જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લાડી લોહાણા સિંધી પંચાયત, જામનગર દ્વારા લીલાશાહ વાડીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૧૧ વાગ્યે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી સ્વામી લીલાશાહ મહારાજની આરતી, પલ્લવ અને અર્દાસ શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. ત્યાર પછી જન્મ જયંતી નિમિત્તે ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવી હતી.
સમગ્ર પરિસર "જય સ્વામી લીલાશાહ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન સ્વામી લીલાશાહ મહારાજના જીવન ચરિત્ર અને ઉપદેશો અંંગે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી હતી. સ્વામી લીલાશાહ મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન ધર્મ, સેવા, માનવતા અને સમાજ એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ પ્રસાદરૂપે ભોજન ગ્રહણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાડી લોહાણા સિંધી પંચાયત, જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial