Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલિસીની આઈડીવીની રકમ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૭: જામનગરના લાલપુર બાયપાસ પાસેથી અઢી વર્ષ પહેલાં એક આસામીના મોટરસાયકલની ચોરી થઈ હતી. તેનું વળતર વીમા કંપની ચૂકવતી ન હતી. ગ્રાહક ફોરમમાં તે અંગે કરાયેલી ફરિયાદ ચાલી જતાં ફોરમે આઈડીવીની સંપૂર્ણ રકમ છ ટકાના ચડત વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગર નજીકના ચેલા ગામના મચ્છાભાઈ વીરાભાઈ ગમારાએ ૫ોતાનું જીજે-૧૦-ડીપી ૨૭૮ નંબરનું મોટરસાયકલ ગઈ તા.ર૭-૬-ર૩ના દિને લાલપુર બાયપાસ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં મૂક્યું હતું. ત્યાંથી તેની ચોરી થઈ ગઈ હતી. તેથી વીમા કંપનીને તેની જાણ કરાઈ હતી.
વીમા કંપનીએ સર્વે કરાવ્યા પછી ચોરાઈ ગયેલા બાઈકનું વળતર ચૂકવ્યું ન હતું તેથી ગ્રાહક ફોરમમાં મચ્છાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ફોરમ સમક્ષ બંને પક્ષ દ્વારા કરાયેલી દલીલો સાંભળ્યા પછી ફોરમના અધ્યક્ષે વળતર ચૂકવવાની જવાબદારીમાંથી વીમા કંપની છટકી શકે નહી તેમ ઠરાવી રૂ।.૬૭,૮૦૮ છ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ગ્રાહક તરફથી વકીલ સોહિલ બેલીમ, વિક્રમસિંહ ગોહિલ, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial