Advertisement
Author: નોબત સમાચાર

કોંગી સાંસદોએ અધ્યક્ષને ગાળો ભાંડી હોવાનો આક્ષેપઃ પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજુએ નવો વીડિયો કર્યો જાહેર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ સંસદમાં અધ્યક્ષની ચેમ્બરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાને કોંગી સાંસદોએ ગાળો ભાંડી હોવાનો નવો વીડિયો ફરતો કર્યો છે, અને કિરણ રિજિજુના આક્ષેપોનો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેણીએ સાંસદોને ઉશ્કેર્યા નથી.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વીડિયો જાહેર કરીને રાજકીય રીતે વધારે એક મોરચો ખોલ્યો છે. રિજિજુએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો ક્લિપ બનાવી અને ગરિમા તથા મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના ૪ ફેબ્રુઆરીની હોવાનો અંદાજ છે. રિજિજુના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ર૦ થી રપ સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતાં. ત્યાં તેમણે સ્પીકરને અપશબ્દો કહ્યા હતાં.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. સ્પીકરની ચેમ્બરને ગૃહનો જ એક ભાગ માનવામાં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારનું વીડિયો શૂટિંગ કરવું એ નિયમોની વિરૂદ્ધ છે.

કિરેન રિજિજુના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, 'જ્યારે આ ઘટના બની ત્યારે હું ત્યાં હાજર હતો. કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા હતાં. ઓમ બિરલા ખૂબ જ સરળ વ્યક્તિ છે. બાકી આ મામલે અત્યંત કડક કાર્યવાહી થઈ શકી હોત.'

રિજિજુએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે આ હોબાળો થઈ રહ્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતાં અને તેઓ સાંસદોને લડવા માટે ઉશ્કેરી રહ્યા હતાં. જે સ્પષ્ટ રીતે લોકશાહીની ગરિમાનું હનન છે. રિજિજુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભાજપ ગૃહમાં ચર્ચા અને સંવાદમાં માને છે. ધમકીઓ કે હોબાળો કરવામાં નહીં.

આ મામલે અત્યારે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયો શૂટ કરનારા અને સ્પીકર સાથે ગેરવર્તન કરનારા સાંસદો સામે કડક પગલાં લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્પીકરની ચેમ્બરમાં વીડિયો રેકોર્ડીંગ એ સંસદીય શિષ્ટાચારનો ભંગ ગણાય છે. જેના કારણે સંબંધિત સાંસદોનું સભ્યપદ જોખમમાં મૂકાઈ શકે છે અથવા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સ્પીકરને કોઈએ એમ્યુસ કર્યા નથી. એક બે સાંસદ હતાં જે કાર્યપ્રણાલીથી વધારે પરેશાન હતાં. તેમણે પોતાનો રોષ સ્પીકર સમક્ષ ઠાલવ્યો હતો. હું પાછળથી સાંસદોને ઉશ્કેરી રહી હતી તેવો દાવો સંપૂર્ણ પાયાવિરોણો છે. હું ચૂપચાપ બેઠી હતી અને આખરે મારી પણ નારાજગી હતી જે મેં શાંતિથી સ્પીકરને જણાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh