Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા, વર્ષ ૨૦૧૩ થી દર વર્ષે જૈન મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ, અને તેમના વ્યવસાય કે જે વેપાર કરતા હોય તે ઉત્પાદનોને યોગ્ય રીતે પ્રદર્શિત કરી અનેક લોકો સુધી પહોચાડી શકાય તે અર્થે ૧૧ મા પ્રદર્શન-સહ-વેચાણ* નું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૫-૬-૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ એમ ત્રણ દિવસ માટે કુંવરબાઈ જૈન ધર્મશાળાના બંને એ.સી. હોલમાં આયોજવામાં આવેલ પ્રદર્શન સહ વેચાણને તા. ૫-૯-૨૫ ને શુક્રવારે સવારે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
જૈન મહિલા અગ્રણીઓના વરદ હસ્તે જ ઉદ્ઘાટન કરવાની પરંપરા અનુસાર આ વખતે પ્રદર્શન-સહ-વેચાણના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ વેસ્ટના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ અને અતિથિ વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારીને નિમંત્રિત કરેલ...
કાર્યક્રમના આરંભમાં શ્રીમતી આરતીબેન શેઠ, ઈશાબેન શેઠ અને દિપ્તીબેન મહેતા દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવેલ. સુ.શ્રી બીનાબેન કોઠારી, જે.એસ.જી. સૌરાષ્ટ્ર રીજીયનના પદાધિકારીઓ તથા સંસ્થાના હોદ્દેદારોના હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવેલ અને તેઓ દ્વારા ઉપસ્થિત સ્ટોલ ધારકોને પ્રેરક પ્રવચન આપેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ મહેતા દ્વારા અને આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી શ્રી સિદ્ધાર્થ શેઠ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સભ્ય શ્રી હિતેશભાઈ વોરા અને શ્રી શરદભાઈ શેઠ દ્વારા કરવામાં આવેલ.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા આયોજિત પ્રદર્શન અને વેચાણ* માં પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં જન-મેદની ઉમટી પડેલ, જે જૈન સોશ્યલ ગ્રુપના કર્મઠ સભ્યોના આયોજનની સફળતાનું પ્રતીક છે. વિશેષતા એ છે કે મનો-દિવ્યાંગ બાળકોના ''રોટરી આસ્થા ડે-કેર સેન્ટર'' તથા અંધજન તાલીમ કેન્દ્રને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવેલ છે જ્યાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અનેક વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવેલ છે.
આ *પ્રદર્શન અને વેચાણ ના ફૂડ-કોર્ટ માં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ જૈન-વાનગીઓનો હાઇપર એક્ટીવ ગ્રુપ ના જામનગરના નામાંકિત જૈન પરિવારના લોકો જાતે વાનગી બનાવી, ખૂબ કિફાયતી ભાવે પ્રેમથી પીરસે છે. આ ફૂડ કોર્ટનું ધ્યાનાકર્ષક પાસું એ છે કે ફૂડ કોર્ટમાંથી ત્રણ દિવસ દમ્યાન જે નફો થાય તે *આસ્થા ડે-કેર સેન્ટર* ના મનો-દિવ્યાંગ બાળકોને અર્પણ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial