Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરતા પરપ્રાંતીય શ્રમિકે ખાધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૫: લાલપુરના કાનાલુસ ગામ પાસે લેબર કોલોની-૮માં વસવાટ કરતા મૂળ બિહારના એક શ્રમિકે ગઈકાલે બપોરે પોતાના રહેણાંકમાં બારણું અંદરથી બંધ કર્યા પછી પત્ની સાથે વીડિયો કોલમાં વાતચીત કરી હતી અને તે પછી આ યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ બનાવની તપાસ આરંભી છે. જ્યારે ધ્રોલમાં રહેતા એક યુવતીને ખાનગી બેંક દ્વારા નોકરી દરમિયાન જુદા જુદા ટાર્ગેટ અપાતા અને તે ટાર્ગેટ પૂર્ણ થતાં ન હોવાથી નાસીપાસ થઈ તેણીએ જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેણીના ભાઈનું નિવેદન નોંધી તપાસ આદરી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલી આઠ નંબરની લેબર કોલોનીમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાના બીરદાબાન ગામના વતની મુન્ટુનરાય ધેનુખરાય (ઉ.વ.૩પ) નામના શ્રમિક ગઈકાલે પોતાના રહેણાંક ઓરડામાં દરવાજો અંદરથી બંધ કરીને પત્ની સાવિત્રીદેવી સાથે મોબાઈલમાં વીડિયો કોલ પર વાત કરતા હતા.
ત્યારપછી આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની સાથે આ જ ઓરડામાં રહેતા બિહાર રાજ્યના વતની અજય હરેન્દ્રભાઈ કુશવાહને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલી મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી અજયકુમારનંુ નિવેદન નોંધ્યું છે. જેમાં જાણવા મળ્યા મુજબ મૃતક મુન્ટુનરાયે તેમના ઘરમાં કંકાસ થતો હોવાનો કારણે કંટાળી જઈ ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
ધ્રોલ શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.ર૮) નામના યુવતી ધ્રોલમાં આવેલી એક્સિસ બેંકમાં નોકરી કરતા હતા. આ કર્મચારીને બેંક દ્વારા અલગ અલગ કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવતા રહેતા હતા અને તે મુજબ કામ પૂર્ણ થતું ન હોવાથી રાજેશ્વરીબા સતત તણાવ અનુભવતા રહેતા હતા.
આ યુવતીએ ગઈ તા.૧૩ જાન્યુઆરીની બપોરે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈ તા.૨૪ જાન્યુઆરીના દિને રાજેશ્વરીબાનુું મૃત્યુ નિપજ્યું હતું. તેમના ભાઈ મયુર રાજસિંહ સુખદેવસિંહ જાડેજા એ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial