Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકાથી નાગેશ્વરનો રસ્તો બિસ્માર... યાત્રિકો ત્રાહિમામ્... ત્રાહિમામ્

ભગવાન દ્વારકાધીશજીના દર્શન પછી શિવદર્શને જવું આટલું કપરૂ કેમ! દેશ-વિદેશમાં ખરડાય છે છબિ...

                                                                                                                                                                                                      

યાત્રાધામ દ્વારકાથી બેટદ્વારકા જવા માટે ઓખાના બે રસ્તા છે, જે પૈકી એક રસ્તો મીઠાપુર, સૂરજકરાડી થઈને જાય છે, જ્યારે બીજો રસ્તો નાગેશ્વર, ગોપીતળાવ થઈને જાય છે. દ્વારકાથી અંદાજે ૧૭ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્વર અને ગોપીતળાવ પણ જાણીતા તીર્થસ્થળો છે, અને દ્વારકાના દર્શને આવતા લગભગ તમામ યાત્રિકો નાગેશ્વરમાં દ્વાદર્શ જ્યોતિર્લિંગના દર્શન કરીને ગોપીતળાવ થઈને બેટદ્વારકા જતા હોય છે, અને રિટર્નમાં મીઠાપુર થઈને દ્વારકા પરત ફરતા હોય છે. દ્વારકાથી નાગેશ્વરના માર્ગે પડેલા મોટા ખાડા, ઉબડ ખાબડ, મગરની પીઠ જેવો રસ્તો અને અસાધારણ કડ તથા વળાંકોના કારણે યાત્રિકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે, અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, ગોપીતળાવ વિગેરે યાત્રાધામો હવે વિશ્વ વિખ્યાત બન્યા છે, અને બારમાસી યાત્રાળુઓની અવર-જવર ધરાવતા સ્થળો બન્યા છે, ત્યારે આ પ્રકારનો બિસ્માર માર્ગ સરકાર માટે શરમજનક અને તંત્રો માટે લાંછનરૂપ છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી શિવજીનાદર્શને નાગેશ્વર જવું આટલું બધું કપરૂ કેમ? તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે, અને ચોતરફ બ્રિજ, રેલવે ઓવરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, સિક્સલેન, ફોરલેન, એકસ્પ્રેસ વે અને સુદર્શન બ્રિજ જેવા અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાં આટલો નાનો ટૂકડો જ જ બિસ્માર કેમ રહ્યો હશે? તેવા સવાલો પણ ઊઠે છે. આ માર્ગના વિકલ્પે જો કોઈ મેગા પ્રોજેક્ટ પણ કરવા જોઈએ, અને તે સૂચિત મેગા પ્રોજેક્ટ શરૂ થાય તો પણ તેમાં વર્ષો લાગી જાય તેમ હોવાથી હાલતુરત આ બિસ્માર માર્ગની યોગ્ય અને ટકાઉ મરામત કરવી જ જોઈએ, તેવા જનપ્રતિભાવો પડઘાઈ રહ્યા છે. એવું પણ લોકો કહે છે કે, આ પ્રકારના બિસ્માર માર્ગ પરથી દર વર્ષે લાખો યાત્રિકો પસાર થતા હોવાથી ગુજરાત સરકાર અને તેના તંત્રોની ખરાબ છબિ લઈને પરત જાય છે, જે શાસકો તથા તંત્રવાહકો માટે ક્ષોભજનક જણાય છે, જેથી આ માર્ગે તાકીદે આવશ્યક રિપેરીંગ કરી અદ્યતન સડક બને, તેવી માગ ઊઠી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh