Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૨ એપ્રિલને રવિવારે નંદાણામાં
શહીદવીર મોહનભાઈ મથુરભાઈ ડાભીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમ 'આજ કી શામ શહીદો કે નામ' તા. ૧૨-૪-૨૬ના શ્રી સતવારા સમાજ વાડી, હાઈ-વે, મુ. નંદાણા, જિ. દેવભૂમિ દ્વારકામાં રાખવામાં આવ્યો છે. જેમાં તા. ૧૨ના બપોરે ૧૨ વાગ્યે અને રાત્રે બ્રહ્મ ભોજન, સાધુ ભોજન, દુરાનુ ભોજન, શહીદ સંત સેવા ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિજનોને સન્માનિત કરવામાં આવશે. રાત્રે દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવશે. તા. ૧૨-૪-૨૦૦૨ના દુશ્મનો સાથે લડતા માતૃભૂમિ કાજે શહીદી વ્હોરનાર શહીદ વીર મોહનભાઈ મથુરભાઈ ડાભીના કાયમી સંભારણારૂપે બનનારી 'વતનકે પ્યારે, મેરે દુલ્હારે' નામની ફિલ્મનું મુહૂર્ત સાંજે ૭ વાગ્યે નંદાણા ગામે કરવામાં આવશે. ફિલ્મનું આયોજન સુંદર વર્લ્ડ અનમોલ ફિલ્મ પ્રોડકશન હાઉસ (ગાંધીગ્રામ-રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યમાં શહીદ સંત સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સિદ્ધપુર સહયોગ આપશે. ફિલ્મના લેખક અને ડાયરેકટર યક્ષરાજ પરમાર છે તેમ નિમંત્રક મથુરભાઈ અરજણભાઈ ડાભી તથા ડાભી પરિવાર દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial