Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજનું રેસ્પિરેટરી મેડિસીન વિભાગ અને ડીઆર-ટીબી સેન્ટરમાં શ્રેષ્ઠ સારવાર

આજે વિશ્વ ટીબી દિવસઃ વર્ષ-૨૦૨૫માં ૧૧૦૦થી વધુને સારવારઃ

                                                                                                                                                                                                      

જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (ડીઆર-ટીબી) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દીવ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ માટે એક વિશિષ્ટ રેફરલ કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં સામાન્ય ક્ષય રોગ ઉપરાંત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (એમડીઆર-ટીબી) તથા એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (એકસડીઆર-ટીબી) જેવા જટિલ કેસોની રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સારવાર કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૫ દરમિયાન આશરે ૧૦૧૫ જેટલા સામાન્ય ટીબીના દર્દીઓ અને ૧૫૯ જેટલા ટીબીના ગંભીર દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. વિભાગના વડા પ્રોફેસર ડો. ઈવા ચેટરજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ વિભાગમાં દર્દીઓને માત્ર દવા જ નહીં, પરંતુ માનવતાપૂર્ણ અભિગમ સાથે કાઉન્સેલિંગ અને માનસિક ટેકો પણ પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓ લાંબી અને જટિલ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે.

ક્ષયરોગના ઉપચારમાં પોષણનું મહત્ત્વ અત્યંત હોવાથી 'નિક્ષય પોષણ યોજના' અંતર્ગત દર્દીઓને મળતી સરકારી સહાય સમયસર મળે તે માટે સંકલિત પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત 'નિક્ષય મિત્ર' પહેલ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, દાતાઓ અને વિભાગના અધિકારીઓ દ્વારા દર્દીઓને પોષણ અને રાશન કિટ્સનું વિતરણ કરવામાં આવે છે.

સામાજિક સ્તરે ક્ષયરોગ સાથે સંકળાયેલા ભેદભાવને દૂર કરવા માટે ''ટીબીનો રોગ ચેપી છે, દર્દી નહીં'' ના સંદેશ સાથે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ આ વિભાગ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ક્લિનિકલ તાલીમ આપીને સારવારની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ છે. ૨૪ માર્ચ 'વિશ્વ ટીબી દિવસ' નિમિત્તે વિભાગ દ્વારા ''ટીબી હારશે, દેશ જીતશે'' ના લક્ષ્ય સાથે દરેક શ્વાસને કિંમતી ગણી દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે, જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષય રોગ નિવારણ માટે અગ્રગણ્ય ઉદાહરણ પૂરું પાડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh