Advertisement
Author: નોબત સમાચાર

હોસ્પિટલ પર હુમલો એ ઘોર અમાનવિય હરકતઃ અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલોઃ ભારત સરકાર

કાબુલ પર પાકિસ્તાનના હુમલાને ભારતે વખોડયો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈકની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ હુમલાને 'બર્બર' અને 'કાયરતાપૂર્ણ' હિંસક કૃત્ય ગણાવ્યું છે. કાબુલના ઓમિદ નશામુક્તિ કેન્દ્ર પર થયેલા આ હુમલામાં કથિત રીતે ૪૦૦ લોકોના મોત થયા છે અને ૨૫૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.

ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, 'જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવિયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહૃાું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh