Advertisement
Author: નોબત સમાચાર

મફતની રેવડી વહેંચવા સામે સુપ્રિમ કોર્ટની લાલબત્તીઃ સરકારોને યોજના બનાવવા અનુરોધ

સીજેઆઈ સૂર્યકાન્તે સખત શબ્દોમાં રાજ્યોને ફટકાર લગાવી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ફ્રી-બીજ એટલે કે સરકારો દ્વારા લોકોને મફતની રેવડીની જેમ રોકડ સહાય આપવા સામે લાલબત્તી ધરી છે. તેઓએ કહ્યું છે કે, આ રીતે રાજ્યો દ્વારા જો ફ્રી-બીજની લહાણી થતી રહેશે, તો દેશનો આર્થિક વિકાસ રૃંધાશે.

મીડિયા અહેવાલો મુજબ દેશના સર્વોચ્ચ ન્યાયાધિશે સૂચન પણ કર્યું છે કે, ફ્રી-બીજના બદલે (મફતની રેવડી વહેચવાના વિકલ્પે) સરકારોએ એવી યોજનાઓ બનાવવી જોઈએ, જેથી લોકોનું ઉત્થાન થાય, અને દેશનો પણ વિકાસ થાય.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ ચલાવતા રાજ્યોને સખત શબ્દોમાં ફટકાર લગાવતા સવાલ ઊઠાવ્યો હતો કે, 'આખરે કરદાતા સિવાય આ યોજનાઓનો ખર્ચ બીજુ કોણ ઉઠાવશે.' કોર્ટે નોંધ્યું કે, ભોજન અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો પછી હવે રાજ્યો સીધા રોકડ ટ્રાન્સફર કરવા લાગ્યા છે, જે ચિંતાજનક છે.

સીજેઆઈ એ ચિંતા વ્યક્ત કરી કે રાજ્યો દેવામાં હોવા છતાં મફતની યોજનાઓ પાછળ અઢળક નાણા ખર્ચી રહ્યા છે, જેના કારણે વિકાસના કામો પર ઓછો ખર્ચ થઈ રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબદોમાં જણાવ્યું કે, રાજ્યોએ 'ડોલ્સ' (મફતની રેવડી) વહેંચવાને બદલે રોજગાર નિર્માણને પ્રાથમિક્તા આપવી જોઈએ.

નાણાકીય સમજદારી પર ભાર મૂકતા કોર્ટે કહ્યું કે, આર્થિક સંતુલન જાળવવું દેશના ભવિષ્ય માટે અનિવાર્ય છે. સીજેઆઈએ આ મામલે કહ્યું કે હવે વિકાસ પાછળ ઓછો ખર્ચો થાય છે. હવે તો મફતમાં ભોજન, મફત સાયકલ અને મફત વીજળીઓ આપવામાં આવી રહી છે. એવા દિવસો આવી ગયા છે કે હવે તો સીધી રોકડ ટ્રાન્સફર થાય છે. અનેક રાજ્યો છે જે ખોટમાં જઈ રહ્યા છે અને દેવામાં છે તેમ છતાં કલ્યાણકારી યોજનાઓનું વિસ્તરણ કરી રહ્યા છે.

કોર્ટ માને છે કે કર્મચારીઓના પગાર અને મફતની સુવિધાઓનું ભારણ એટલું વધી રહ્યું છે કે, જરૂરી વિકાસ માટેના ફંડ પણ ખતમ થઈ રહ્યા છે. સુપ્રિમ કોર્ટે સવાલ કર્યો કે એક વર્ષમાં કમાયેલી સરકારી આવકનો રપ ટકા હિસ્સો વિકાસ પાછળ કેમ ન ખર્ચી શકાય?

સુપ્રિમ કોર્ટ તમિલનાડુ વિદ્યુત વિતરણ નિગમ વિરૂદ્ધ ભારત સરકારના કેસ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે નિગમને ગ્રાહકની નાણાકીય સ્થિતિ પર ધ્યાન આપવા વિના દરેકને મફત વીજળી આપવાનો વાયદો કરવા બદલ ફિટકાર લગાવી હતી. કોર્ટે મફતની રેવડી સિસ્ટમની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, આ આર્થિક વિકાસ માટે અવરોધ સમાન બાબત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh