Advertisement
Author: નોબત સમાચાર

મિગ કોલોની પાસે દારૂની છ બોટલ સાથે એક શખ્સને પકડી પાડતી પોલીસ

સંગમ બાગ પાસેથી બોટલ સાથે એક ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના મિગ કોલોની વિસ્તાર પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે સંગમ બાગ પાસેથી એક શખ્સ દારૂની બોટલ સાથે મળી આવ્યો છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલી મિગ કોલોનીના ખૂણા નજીકથી શનિવારે બપોરે ૫સાર થઇ રહેલા દિગ્વિજ પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં બાળકોના સ્મશાન પાસે રહેતા હર્ષ શાંતિલાલ ચાંદ્રા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની છ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી હર્ષ ચાંદ્રાની ધરપકડ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સંગમ બાગ પાસેથી શનિવારે સાંજે પસાર થતાં ગુરૂદ્વારા ચોકડી નજીકના જલારામનગરમાં રહેતા નિલેશ કિશોરભાઈ લીલાપરા નામના શખ્સને રોકી ચેક કરાતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ ઝબ્બે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh