Advertisement
Author: નોબત સમાચાર

ભાઈ સાથે ઝઘડો થયા પછી અલગ રહેવા ચાલ્યા ગયેલા યુવતીએ ખાઈ લીધો ગળાફાંસોઃ માતાએ પોલીસને જાણ કરી

લાગણીશીલ સ્વભાવ ધરાવતા કાલાવડના પરિણીતાનો ગળાટૂંપોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૯: જામનગરના ગોકુલનગરમાં વસવાટ કરતા પરિવારથી પાંચેક મહિના પહેલાં એક યુવતી અલગ રહેવા ચાલ્યા ગયા હતા. બ્યુટીપાર્લરમાં કામ કરતા આ યુવતીને ભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં તેણીએ ઘર છોડ્યું હતું. તે પછી ગઈકાલે આ યુવતીએ પોતાના ભાડાના મકાનમાં દુપટ્ટાથી પંખામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે કાલાવડમાં વસવાટ કરતા એક પરિણીતાએ લાગણીશીલ સ્વભાવના કારણે ગઈકાલે પંખામાં સાડીથી ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તેણીના પતિનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા હીનાબેન કેતનભાઈ ગોહિલ નામના વીસ વર્ષના યુવતીને તેમના ભાઈ સાથે પાંચેક મહિના પહેલાં કોઈ બાબતે બોલાચાલી થયા પછી બ્યુટીપાર્લરમાં કામ કરતા હીનાબેન પોતાના ભાઈ તથા માતાથી અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા.

ગોકુલનગરમાં જ એક મકાનમાં ભાડેથી વસવાટ કરતા આ યુવતીએ ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં પોતાના રહેણાંકમાં આવેલા એક પંખામાં દુપટ્ટો બાંધી ગાળીયો બનાવી કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. આ બાબતની જાણ થતાં હીનાબેનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.

બનાવની મૃતક હીનાબેનના માતા મનિષાબેન કેતનભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝનના જમાદાર એચ.એ. પરમારે અપમૃત્યુ અંગે નોંધ કરી માતા મનિષાબેનનંુ નિવેદન નોંધ્યું છે અને આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના મોટી ખાવડી ગામના વતની અને હાલમાં કાલાવડના જીવાપર રોડ પર રાધેશ્યામ પાર્કમાં વસવાટ કરતા રૂપલબેન મહેશભાઈ ખોડા (ઉ.વ.૩૦) નામના ભરવાડ પરિણીતાએ ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછીથી રાત્રિ સુધીમાં પોતાના રહેણાંકમાં એક ઓરડામાં આવેલા પંખામાં સાડીથી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ રાત્રે અગિયારેક વાગ્યે તેમના પતિ મહેશભાઈ ઉર્ફે રમેશભાઈ હીરાભાઈ ખોડાને થઈ હતી. તેઓએ કાલાવડ શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પતિનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની રૂપલબેન અત્યંત લાગણીશીલ સ્વભાવ ધરાવતા હતા અને થોડા દિવસથી મહેશભાઈના કાકાનો દીકરો ક્યાંક ચાલ્યો જતા રૂપલબેન ચિંતિત હતા. તે દરમિયાન ગઈકાલે રૂપલબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh