Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોએ સમયગાળો લંબાવવાની કરી હતી માંગણી
જામનગર તા. ૧૪: રવિ માર્કેટીંગ સિઝન ર૦ર૬-ર૭ માટે ઘઉં નોંધણીની મુદ્ત હવે માર્ચ સુધી લંબાવી દેવાઈ છે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ર૦ર૬-ર૭ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ।. રપ૮પ પ્રતિક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવનાર છે. રવિ માર્કેટીંગ સિઝન ર૦ર૬-ર૭ અંતર્ગત ઘઉંની ખરીદી માટે ખેડૂતોની નોંધણી અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઘઉંની નોંધણી માટેનો સમયગાળો તા. ૧-ર-ર૦ર૬ થી તા. ૧-૩-ર૦ર૬ સુધી નક્કી કરવામાં આવ્યો હતો.
ખેડૂતો તરફથી નોંધણીનો સમયગાળો લંબાવવાની રજૂઆતો મળતા તેમજ વધુમાં વધુ ખેડૂતો નોંધણી કરી શકે અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) નો લાભ મેળવી શકે તે હેતુસર નોંધણીની મુદ્ત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ હવે ઘઉંની નોંધણી માટેનો સમયગાળો વધુ ૧પ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. નવી મુદ્ત મુજબ તા. ૧૩-૩-ર૦ર૬ થી તા. ર૭-૩-ર૦ર૬ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે.
જામનગર જિલ્લાના ખેડૂતોએ આ વધારેલી મુદ્તનો લાભ લઈ સમયસર પોતાની નોંધણી કરાવી લઘુતમ ટેકાનાભાવનો લાભ મેળવવા જામનગર જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial