Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયાનો પ્રતિબંધ હટાવાયો, છતાં ઉગ્ર આંદોલન યથાવતઃ મંત્રીઓના ઘર સળગાવ્યાઃ રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ
કાઠમંડુ તા.૯: નેપાળમાં સોશ્યલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી લીધા પછી પણ જેન-ઝેડ આંદોલન થંભવાના બદલે વધુ ઉગ્ર બન્યુ છે, અને રાષ્ટ્રપતિ ભવન અને મંત્રીઓના ઘરો પર હુમલા થઈ રહ્યા છે. નવ મંત્રીઓ પછી ૨૧ સાંસદોએ રાજીનામા આપ્યા છે. ઠેર-ઠેર હિંસક હુમલાઓ, આગજની અને પથ્થરમારો થતા અરાજકતા ફેલાઈ ગઈ છે. પી.એમ. ઓલીએ રાજીનામું આપી દીધું છે અને તેઓ દુબઈ ભાગી જશે, તેવી અટકળો થઈ રહી છે.
નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું જેન-ઝેડ આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહૃાું છે. ગઈકાલે ૨૦ આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. તે પછી ૨૧ સાંસદોએ પણ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો છે. તે ઉપરાંત નેપાળી કોંગ્રેસે સત્તાધારી ગઠબંધન સાથે છેડો ફાડતા તેના મંત્રીઓએ રાજીનામુ આપી દીધુ છે.
આંદોલનકારીઓના ઉગ્ર આંદોલનને પગલે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ પલાયન કરવાની તૈયારી કરી રહૃાા હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ ભવન અને મંત્રીઓના ઘરો પર હૂમલા થઈ રહ્યા છે.
નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૃંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના પછી પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.
આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહૃાું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે.
ગૃહમંત્રી પછી હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય સ્વાસ્થય મંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં કુલ નવ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં એડવાઈઝરી જાહેર કરી છે. નેપાળમાં સ્થિત ભારતીયોને સાવચેતીના પગલાં લેવા તેમજ સરકારના આદેશોનું પાલન કરવા સૂચન કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે નેપાળની પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહૃાા છીએ. ઘણા યુવાનોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યા છે, તેનું અમને દુઃખ છે. અમને આશા છે કે, તમામ માગનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે. ભારતીયોને વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી રાખવા સલાહ છે.
નેપાળમાં હિંસક આંદોલન બાદ સરકારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધનો નિર્ણય આજે પાછો ખેંચ્યો હતો. તેમ છતાં ચારેકોર આંદોલન ચાલુ છે. ગઈકાલે ઓલી સરકારે જુઓ ત્યાં ઠાર કરોનો આદેશ આપી આંદોલનકારીઓ પર દમન ગુજાર્યો હોવાના આરોપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. નેપાળમાં સોશિયલ મીડિયાની તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. યુવાનોએ આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધોના કારણે શરૂ કર્યું નથી. પરંતુ તેઓ નેપાળમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાઓનો વિરોધ કરતાં આંદોલન છેડયું છે.
નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવા (ય્ીહ-ઢ રિવોલ્યુશન)નો દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવોને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પોલીસ કાર્યવાહીમાં ૨૦ લોકો મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, કાઠમંડુમાં પરિસ્થિતિ હજુ પણ તંગ છે. મંગળવાર (નવમી સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારોએ વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહૃાા છે. આજે સવારે કાઠમંડુમાં કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, વડાપ્રધાન નિવાસસ્થાન, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો છે. તેમ છતાં આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં તથા મંત્રીઓના કાર્યાલયોમાં તોડફોડ કરી હોવાના અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો જેન-ઝેડ રિવોલ્યુશન' કહી રહૃાા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહૃાા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ આંદોલનની મોડસ ઓપરેન્ડી બાંગલાદેશના સત્તા પલટા જેવી જ જણાઈ રહી છે, અને ગમે ત્યારે કાંઈપણ થઈ શકે છે.
નેપાળી મીડિયાનો અહેવાલ
નેપાળના પીએમ કોલી સાત મંત્રીઓ સાથે હેલિકોપ્ટરમાં દેશ છોડીને ભાગ્યા
કાઠમંડુ તા. ૯: છેલ્લા અહેવાલો મુજબ નેપાળના વડાપ્રધાન કોલી તેના સાત મંત્રી સાથે હેલિકોપ્ટરમાં દેશ છોડીને ભાગ્યા છે. આ અહેવાલો નેપાળી મીડિયા અન્નપૂર્ણને ટાંકીને આપ્યા છે.
આર્મી ચીફે ૫ણ વડાપ્રધાન કોલીનું રાજીનામું માંગ્યુ
નેપાળમાં અરાજકતા અને અંધાધૂંધી
સામાન્ય જનતા માટે નેપાળના એરપોર્ટસ બંધ.
પી.એમ. ઓલીનું ખાનગી ઘર સળગાવાયું: નેપાળ ભડકે બળ્યુ.
નેપાળમાં સંવૈધાનિક સંકટ ઊભું થયુઃ ભારતની નજર.
આરએસપીના સાંસદોએ સંસદ વિસર્જનની માંગણી કરી.
એરપોર્ટ પર સેના તૈનાતઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ.
કાઠમંડુમાં નેપાળી આર્મીએ સંભાળ્યો મોરચો.
નેપાળના આર્મી ચીફે પી.એમ.ને ગાદી છોડવા કહ્યું.
પી.એમ. ઓલી એરપોર્ટ પર પહોંચ્યાઃ આંદોલનકારીઓની પણ એરપોર્ટ તરફ કૂચઃ પી.એમ. ભાગી છૂટ્યા હોવાની અફવા.
ઓલી થાઈલેન્ડ કે દુબઈ ભાગી શકે છેઃ સૂત્રો.
હિમાલયન વિમાનમાં ઓલી ભાગી છૂટે તેવી તૈયારીઃ દેશ છોડીને ભાગ્યા હોવાની જોરદાર અટકળો.
નેપાળના સંસદભવનમાં ઘૂસ્યા આંદોલનકારીઓ.
નેપાળી સેના હેલિકોપ્ટરમાં પીએમ ઓલીને ગુપ્ત સ્થળે લઈ ગઈઃ સૂત્રો.
નેપાળમાં આજે સાંજ સુધીમાં તખ્તાપલટની અટકળો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial