Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના રાજેશ અને સાથી તહસીનની ધરપકડઃ
નવી દિલ્હી તા. રપઃ દિલ્હીની સિવિલ લાઈન્સ પોલીસે રવિવારે રાજેશના સાથી તહસીનની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનું કાવતરૃં ઘડવા બદલ ધરપકડ કરી. પોલીસ સૂત્રોનું માનીએ તો તહસીન રાજેશની ક્રિયાઓ અને કાવતરાથી વાકેફ હતો. તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજેશનો પ્લાન મુખ્યમંત્રી પર છરીથી હુમલો કરવાનો હતો. તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તહસીન રાજેશના બેંક ખાતામાં સતત પૈસા મોકલતો હતો.
પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે, તહસીન સમગ્ર કાવતરાથી વાકેફ હતો અને તે આ માટે પૈસા પણ મોકલતો હતો. રાજેશે તેને સુપ્રિમ કોર્ટ અથવા મુખ્યમંત્રી પર હુમલો કરવાની યોજના વિશે માહિતી આપી હતી.
તપાસમાં પોલીસે શોધી કાઢ્યું કે જ્યારે રાજેશ દિલ્હી આવ્યો ત્યારે તે પહેલા સુપ્રિમ કોર્ટ ગયો હતો, પરંતુ ત્યાં સુરક્ષા જોઈને તેણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો. પછી તેણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાની યોજના બનાવી.
તપાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, રાજેશે મુખ્યમંત્રી પર છરીથી હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ જ્યારે તેણે સિવિલ લાઈન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર કડક સુરક્ષા જોઈ ત્યારે તેણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો. તેણે સિવિલ લાઈન્સ વિસ્તારમાં જ છરી ફેંકી અને નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજેશને કસ્ટડીમાં લીધા પછી ટીમ રાજકોટ ગઈ હતી. અહીં જ હસીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી તહસીનને નોટીસ આપીને દિલ્હી બોલાવવામાં આવ્યો અને તે શુક્રવારે મોડી રાત્રે દિલ્હી આવ્યો.
પોલીસે તહસીનના મોબાઈલ ફોન નંબરની કોલ ડિટેલ્સ અને આઈપીડીઆર તપાસી. આ ઉપરાંત યુપીઆઈ દ્વારા વ્યવહારોની માહિતી પણ મેળવવામાં આવી. આ રીતે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો.
જો કે, તહસીન પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો અને કહ્યું કે તે રાજેશની ગતિવિધિઓથી અજાણ હતો, પરંતુ જ્યારે રાજેશે તેને કહ્યા પછી પણ તેણે પૈસા મોકલ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું, ત્યારે તેણે કાવતરૂ ઘડવાનો ગુનો કબૂલ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial