Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ચોરાયેલા બાઈક સાથે એક શખ્સ ઝડપાયોઃ અન્ય એક બાઈક કબજે લેવાયું

બે મોબાઈલ પણ શક પડતી મિલકત તરીકે ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના અંબાજીના ચોક વિસ્તારમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી. તેની પોલીસ દ્વારા કરાતી તપાસ દરમિયાન લાલવાડી નજીક આવાસ પાસે બાવળની ઝાળીઓમાં મોટરસાયકલ સંતાડી રહેલા એક શખ્સને પોલીસે પકડી લઈ બે ચોરાઉ બાઈક અને બે મોબાઈલ કબજે કર્યા છે.

જામનગરના અંબાજીના ચોક પાસે વસવાટ કરતા ભરતભાઈ પરમાર નામના આસામીના જીજે-૧૦-બીડી ૮૦૯ નંબરના બાઈકની ચોરી થયાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાયા પછી પીઆઈ વી.એમ. ડોડીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

તે દરમિયાન લાલવાડી વિસ્તારમાં આવાસ પાછળ એક શખ્સ ચોરાઉ મોટરસાયકલ સંતાડી રહ્યો હોવાની વિગતો બાતમીદારો તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાંથી મળતા પોલીસ ટીમ ત્યાં દોડી ગઈ હતી.

આ સ્થળેથી વાઘેરવાડા પાસે રહેતો અંકિત મહેશભાઈ ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી જીજે-૧૦-બીડી ૮૦૯ નંબરનું એક બાઈક, જીજે-૧૦-કે ૬૮૩૦ નંબરનું બીજુ બાઈક મળી આવ્યા હતા. પોલીસે તેની તલાશી લેતા ઓપો તથા રીયલમી કંપનીના રૂ।.૧૮ હજારની કિંમતના બે મોબાઈલ પણ સાંપડ્યા હતા. પોલીસે બંને મોબાઈલ શક પડતી મિલકત તરીકે કબજે કરી અંકિત મહેશભાઈની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh