Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, જામજોધપુર અને મોટી ખાવડીમાંથી ત્રણેક સપ્તાહ દરમિયાન વાહનચોર બન્યા સક્રિયઃ
જામનગર તા. ૧૬ઃ જામનગર, જામજોધપુર અને ખાવડી વિસ્તારમાંથી કુલ પાંચ વાહનોની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામજોધપુરના પાટણ ગામમાં રહેતા મૂળ કુછડી (પોરબંદર)ના નાગાભાઈ રામાભાઈ કુછડીયાએ ગત તા.૧૧ના બપોરના સાડા ચાર વાગ્યે પોતાનું જીજે-૧૦-સીએ ૭૩૧૧ નંબરનું રૃા.૧પ હજારની કિંમતનું મોટરસાયકલ મંદિર પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ શખ્સો આ વાહનની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા ભરતભાઈ ચંદુલાલ મુલચંદાણીએ ગઈ તા.૧૧ના પોતાનું રૃા.૪૦ હજારની કિંમતનું જીજે-૧૦-ડીબી ૨૦૪૧ નંબરનું મોટરસાયકલ રિલાયન્સ ટાઉનશીપ સામે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગોકુલપરી વિસ્તારમાં રહેતા રવિગીરી કાંતિગીરી ગોસાઈએ ગઈ તા.૨૯-૮ના પોતાનું વાહન મોટી ખાવડીના રિલાયન્સ ટાઉનશીપ સામે પાર્કિંગ એરીયામાં પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ તસ્કરો તેમનું રૃા.૩૦ હજારની કિંમતનું જીજે-૧૦-ડીએફ ૪૭૮૪ નંબરનું વાહન ચોરી કરી લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં યાદવનગર રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા યોગેશગીરી ચીમનગીરી ગોસ્વામીએ ગત તા.૪-૯ના સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ માર્ગે દેવકૃપા પાર્કિંગની સામે રોડ પર પોતાનું વાહન પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ શખ્સો તેમનું રૃા.૨૦ હજારનું જીજે-૧૦-ડીબી ૩૫૭૧ નંબરનંુ તેમનું વાહન ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે ગઈરાત્રે પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.
જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાં રહેતા રણજીતભાઈ છગનભાઈ વાઘેલાએ ગત તા.૧૧-૯ના પોતાનું રૃા.૧૫ હજારની કિંમતનું જીજે-૧૦-એઆર ૫૧૪૩ નંબરનું મોટરસાયકલ સમર્પણ સર્કલ પાસે સુપર રોઝ નર્સરી સામે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ આ વાહન ચોરી કરી લઈ ગયાની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial