Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની માથાકૂટનો ખાર રાખી ધોકાવાળીઃ
જામનગર તા. ૨૩: જામનગરના રવિ પાર્કમાં અમારા ઘર સામે કેમ જોયા રાખે છે તેમ કહી બે શખ્સે ગઈકાલે એક યુવાન પર કુહાડીથી હુમલો કર્યાે હતો. જ્યારે ભાણવડમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી એક યુવાનને શનિવારે રાત્રે રોકી લઈ બે શખ્સે ધોકાથી માર માર્યાે હતો.
જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે રવિ પાર્કમાં રહેતા અફઝલ લતીફભાઈ સમા ગઈકાલે બપોરે પોતાના સ્કૂટર પર ઘર તરફ જતા હતા ત્યારે પાડોશમાં રહેતા રફીક કાસમ સુમરા, રમીઝ કાસમ સુમરા નામના બે શખ્સ કુહાડી સાથે ધસી આવ્યા હતા.
આ શખસોએ અમારા ઘર સામે કેમ જોયા કરે છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી હુમલો કરતા અફઝલને હાથમાં કુહાડી વાગી ગઈ હતી. તેણે બંને સામે સિટી બીમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેતા પ્રકાશ ભીખુભાઈ દેગામા શનિવારે રાત્રે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ધસી આવેલા વિજયપુર ગામના હીત બંધીયા તથા જયરાજ ભરતભાઈ બંધીયા નામના બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને ગાળો ભાંડી હતી. વચ્ચે પડનાર યુવાનને પણ ઈજા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial