Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોપીનાથ ગ્રુપ ૨૦૦૫ થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે જે આઈસર, મહિન્દ્રા, અશોક લેલેન્ડ, ટીવીએસ જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ ઈવી કારને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઓથોરાઈઝ્ડ ડીલર તરીકે લઈને આવ્યા છે.
રાજકોટના ગોંડલ ચોકડીમાં તા. ૨૬-૦૩-૨૦૨૬ રામનવમીના વિનફાસ્ટ ઈન્ડિયા સીઈઓ તપન ઘોષ દ્વારા ગોપીનાથ મોટર, વિનફાસ્ટ રાજકોટના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
વીનફાસ્ટ એ વિયતનામ બેઝ કંપની છે જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક છે જે સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન (ઈવી) કાર, ટુ વ્હીલર અને બસનું ઉત્પાદન કરે છે , જે પોતાના બિઝનેસને વધુ વિસ્તરણ માટે તામિલનાડુમાં ચાલુ વર્ષમાં ૫૦૦૦૦ કાર મેન્યુફેક્ચરિંગ થઈ શકે તેવો ૧૦૦ એકરમાં વિશાળ પ્લાન્ટ શરૂ કરેલ છે જે તેનું લાંબા ગાળાનું વિઝન બતાવે છે
ભારતમાં હાલ કોમ્પેક્ટ એસયુવી વીએફ-૬ અને પ્રીમિયમ એસયુવી વીએફ-૭ એમ બે મોડલ લોંચ કરેલ છે, જેને ભારત એન કેપ દ્વારા ૫ સ્ટાર સેફટી રેટિંગ મળેલ છે. તેમજ આવતાં વર્ષ માં એપીવી લીમો ગ્રીન ૭ સીટર, વીએફ ૩ અને વીએફ ૫ જેવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જે ગ્રાહકોને તેની જરૂરિયાત મુજબ મોડલની પસંદગીને વધુ સરળ બનાવશે.
તદુપરાંત પોતાના ગ્રાહકને વધુ ફાયદો મળે તે માટે માર્ચ ૨૦૨૯ સુધી દરેક કારને ફ્રી ચાર્જિંગનો લાભ આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial