Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં
જામનગર તા. ૧૩: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભમાં આજરોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા જિલ્લા પંચાયત ભવનમાં હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે વોર્ડ નં. ૭ના ભાજપના એક મહિલા ઉમેદવાર ત્રણ સંતાનોના માતા હોવાના મમતા કાર્ડ અને જન્મ તારીખના દાખલાઓ સાથેના આધાર-પુરાવા રજૂ કરી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી.
જયારે સામાપક્ષે ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી વોર્ડ નં. ૫ના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં ખોટી સહીઓ કરી હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરી હતી.
આ બન્ને વાંધા રજૂ કરતા સમયે જાણવા મળતી વિગતો પ્રમાણે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને બન્ને વચ્ચે હાથોહાથની ઝપાઝપી થઈ હતી. અતિ તંગ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. પરંતુ બરાબર તેવા જ સમયે ત્યાં હાજર સિકયોરીટીવાળાઓએ બન્નેને અટકાવી દેતાં મામલો ધીમે ધીમે શાંત પડયો હતો.
જવાબદાર ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ફોર્મની ચકાસણી અને રજૂ થયેલા વાંધાઓને ધ્યાને લઈને ફોર્મ માન્ય/ અમાન્યનો નિર્ણય બપોરે ૩ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial