Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ બેઠકો મહિલાઓ માટે, ૩ બક્ષીપંચ માટે અને એક-એક અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે
ખંભાળીયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોની કેટેગરી જાહેર થતા ચૂંટણી લડવા ઈચ્છતા ઉત્સુક ઉમેદવારોની દોડધામ શરૂ થઈ ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આગામી ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણી હોય, રાજયના ચૂંટણી આયોગ દ્વારા અનુસૂચિત-૧ જાહેર કરીને જિલ્લાની કુલ બાવીસ બેઠકો માટે અનામતોની જાહેરાત કરતા ઉત્સુક ઉમેદવારોની દોડધામ શરૂ થઈ ગઈ છે.
ખંભાળીયાની બજાણા બેઠક સામાન્ય સ્ત્રી, દ્વારકાની બરડીયા બેઠક અનુ. જાતિ સ્ત્રી, ખંભાળીયાની ભાડથર સામાન્ય બિન અનામત, ભાટીયા બેઠક સામાન્ય સ્ત્રી, ભોગાત બેઠક બક્ષીપંચ સ્ત્રી, ચારબારા બક્ષીપંચ સ્ત્રી, ધરમપુર બક્ષીપંચ અનામત, ધતુરીયા બક્ષીપંચ અનામત, ભાણવડના ઢેબરમાં બક્ષીપંચ સ્ત્રી, ખંભાળીયાના હર્ષદપુરમાં બક્ષીપંચ, કલ્યાણપુરમાં બીન અનામત સામાન્ય, લાંબામાં બીન અનામત સામાન્ય, મીઠાપુરમાં બીન અનામત સામાન્ય, મોટા કાલાવડમાં અનુ. આદિજાતિ અનામત, નંદાણામાં બીન અનામત સામાન્ય, રાણમાં સામાન્ય સ્ત્રી, સણખલામાં સામાન્ય સ્ત્રી, શક્તિનગરમાં સામાન્ય સ્ત્રી, વાડીનારમાં બિન અનામત સામાન્ય, વડત્રામાં સામાન્ય સ્ત્રી, વરવાળામાં સામાન્ય સ્ત્રી તથા વેરાડમાં બીન અનામત સામાન્ય છે.
કુલ ૨૨માંથી ૧૧ સ્ત્રીઓ માટે અનામત છે. ત્રણ બક્ષીપંચ સામાન્ય, એક અનુ.જાતિ, એક જનજાતિ માટે છે. જો કે, જિલ્લા પંચાયતની બેઠકમાં કેટલીક તાલુકા પંચાયતોના વિસ્તારોમાં ફેરફાર થતાં મોટા પ્રમાણમાં આ બાબતે વાંધાઓ રજૂ થશે. પાંચ વર્ષથી દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે જેમાં બે સ્ત્રી પ્રમુખોએ શાસન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial