Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભઃ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર શહેરમાં ૧૪ વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા આપવા માટે એચપીવી (હૃાુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનનો આજે નિલકંઠનગર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (યુપીએચસી) થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન  સોઢા, કોર્પોરેટર  પાર્થ કોટડીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહૃાા હતા. મહાનુભાવો એ દીકરીઓના સ્વસ્થ ભવિષ્ય માટે આ અભિયાનને મહત્વપૂર્ણ ગણાવી માતા-પિતાને વધુમાં વધુ સહભાગી થવા અપીલ કરી હતી.

ગર્ભાશયના મુખનો કેન્સર મહિલાઓમાં જોવા મળતા સામાન્ય કેન્સર પૈકીનો એક છે  અને એચપીવી વાયરસ તેનું મુખ્ય કારણ છે. સમયસર રસીકરણ દ્વારા આ ગંભીર બીમારીથી અસરકારક બચાવ શક્ય બને છે. એચપીવી રસી વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને સુરક્ષિત છે અને માત્ર એક જ ડોઝ દ્વારા અસરકારક રક્ષણ આપે છે.

કોણ લાભ લઈ શકશે ?

૧૪ વર્ષની તમામ દીકરીઓ (જે ૧૪ મો જન્મદિવસ પૂર્ણ કરી ચૂકી છે પરંતુ ૧૫ મો નહીં)  રસીનું નામ ગાર્ડસિલી - ૪ છે. અને માત્ર એક જ ડોઝ લેવાનો છે. જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત

જામનગર શહેરના તમામ ૧૪ અર્બન પીએચસી તેમજ જી.જી. હોસ્પિટલ  મા એચપીવી રસીકરણ ઉપલબ્ધ રહેશે. આગામી ૯૦  દિવસ સુધી સઘન અભિયાન ચલાવવા માં આવશે, જેથી તમામ પાત્ર કિશોરી ઓ સુધી રસી પહોંચાડી શકાય.

રસી બાદ ૩૦ મિનિટ સુધી અવલોકન રાખવામાં આવશે. સામાન્ય રીતે હળવો તાવ અથવા ઇન્જેક્શન સ્થળે દુખાવો જેવી હલકી આડઅસર થઈ શકે છે, જે તાત્કાલિક અને સ્વાભાવિક છે. કોઈપણ તબીબી સહાય માટે હેલ્પલાઇન નંબર ૧૦૪ પર સંપર્ક કરી શકાય છે.

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ માતા-પિતા ને અપીલ કરવામાં આવે છે કે , તેઓ પોતાની ૧૪ વર્ષની દીકરીને એચપીવી રસી અપાવી તેનો સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh