Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪૨.૧૮ ટકા અપ્રમાણસર મિલકતનો આક્ષેપઃ
જામનગર તા. ૧૮: ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારીની ફરજ બજાવતા એક કર્મચારી સામે થોડા વર્ષ પહેલા એસીબીએ ૧૪૨.૧૮ ટકા અપ્રમાણસર મિલકત તેઓની પાસે હોવાનો આક્ષેપ મૂકી ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી કર્મચારીનો છૂટકારો ફરમાવ્યો છે.
ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય કાનજીભાઈ ચાવડા સામે થોડા વખત પહેલાં જામનગર એસીબી કચેરીમાં રૂ।.૧ર,૭૧,૮૧૪ની અપ્રમાણસર મિલકત ધરાવવા અંગે ગુન્હો નોંધાયો હતો. આ કર્મચારીએ જિલ્લા પંચાયતમાં જુનિયર એન્જિનિયર તરીકેની પોતાના વર્ષ ૧૯૯૪થી વર્ષ ૨૦૦૦ સુધીના ફરજકાળ દરમિયાન રૂ।.પ,૨૨,૬૫૪ની આવક મેળવી હતી. જ્યારે તેની મિલકત અને ખર્ચની રકમ રૂ।.૨૧,૬૬,૨૭ર હોવાનો આક્ષેપ કરાયો હતો.
આવી રીતે સંજય ચાવડાએ રૂ।.૧૨ લાખથી વધુની અપ્રમાણસર મિલકત ધારણ કરી હોવાનો આક્ષેપ મૂકી ચાર્જશીટ કરાયું હતું. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા તપાસનીશ સહિત ૩૭ સાહેદની જુબાની રજૂ થઈ હતી અને ૬૯ દસ્તાવેજ રજુ કરાયા હતા.
આ કર્મચારી પાસે ૧૪૨.૧૮ ટકા વધુ મિલકત હોવાનું જણાવી સરકાર પક્ષે દલીલો રજૂ કરી હતી. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આરોપીના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી હતા, આરોપીના ઘરમાંથી રૂ।.૪ હજાર રોકડા મળ્યા હતા. તે તેના પિતાના હતા અને પિતા નિવૃત્ત થતાં પેન્શનમાંથી મળેલી રકમમાંથી મિલકત ખરીદવામાં આવી હતી. જે મિલકત તેમના પત્નીના નામે છે તે આરોપીના પૈસાથી ખરીદવામાં આવી હોવાનું પુરવાન ન થાય ત્યાં સુધી આ મિલકત આરોપીની સંપત્તિ ન ગણાય તેવી પણ દલીલ કરાઈ હતી અને ૧૦ ટકા રકમનો તફાવત આવતો હોય તો સરકારી અધિકારી સામે આ ગુન્હો નોંધી શકાય નહીં તેવી પણ દલીલ કરાઈ હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી સંજય કાનજીભાઈ ચાવડાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, રૂપાબેન વસરા, વી.એસ. ખીમાણીયા, આર.એ. સફીયા, જે.એ. નંદાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial