Advertisement
Author: નોબત સમાચાર

ચેમ્બર હોલમાં મેનેજમેન્ટ પ્રોફેશનલ અને ખ્યાતનામ વક્તા આમી ગણાત્રા સાથે સંવાદ

જામનગરમાં આવતીકાલે આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં આવતીકાલે તા. ૧-૨-૨૬ના સાંજે ૬ વાગ્યે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન (ચેમ્બર હોલ)માં મેનેજમેન્ટ પ્રોફેશનલ અને ખ્યાતનામ વક્તા આમી ગણાત્રા સાથે ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં "મહાભારતના મિથ્સ અને મિસ્ટરીઝ" વિષય પર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આમી વક્તા ભારતીય ઈતિહાસ, વેદ, શાસ્ત્ર અને ખાસ કરીને રામાયણ અને મહાભારત વિષય પર વકતવ્ય આપવા જાણીતા છે.

મેનેજમેન્ટ પ્રોફેશનલ હોવા ઉપરાંત, તેઓ એક નિષ્ઠાવાન યોગ સાધિકા, પ્રમાણિત યોગ શિક્ષિકા અને સંસ્કૃત તથા ભારતીય જ્ઞાન પરંપરાની વિદ્યાર્થિની પણ છે. તેમના પુસ્તકો "મહાભારત અનરેવેલ્ડ" અને નવીન "રામાયણ અનરેવેલ્ડ" કોઈ કલ્પિત વાર્તાઓ કે પુનરાવર્તન નથી, પરંતુ મૂળ ઈતિહાસ તરફ પાછા જઈ કથાઓ, શીખણ અને સૂક્ષ્મ અર્થોને જેમ છે તેમ રજૂ કરવાનો પ્રયાસ છે, જેથી આ મહાકાવ્યો સૌ માટે સરળ અને સુલભ બને. વિવિધ પોડકાસ્ટ્સ, યુ ટ્યુબ અને અનેક મહત્ત્વપૂર્ણ મંચો પર જોઈ શકાશે. કાર્યક્રમમાં હાજરી આપવા ઈચ્છુકોએ મો. ૯૭૧૨૪ ૨૨૨૫૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh