Advertisement
Author: નોબત સમાચાર

સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ લઈને જતાં શખ્સને પકડી પાડતી સિટી 'બી' પોલીસ

મિગ કોલોની પાસે બોટલ સાથે એક ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસેથી શનિવારે રાત્રે સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ લઈને જતાં એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. મિગ કોલોની પાસેથી એક શખ્સ દારૂની એક બોટલ સાથે ઝડપાયો છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શનિવારે રાત્રે સીટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પીઆઇ પી.પી. ઝાની સૂચનાથી કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે રાત્રે દોઢેક વાગ્યે સાંઈબાબાના મંદિર તરફ જવાના રસ્તાના ખૂણા પરથી પસાર થતા જીજે-૧૦-ઈઈ ૧૯૧૯ નંબરના એક્સેસ સ્કૂટરને આંતરી લેવામાં આવ્યું હતંુ.

આ સ્કૂટર પર જઈ રહેલા ગાંધીનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ભવ્યદિપસિંહ ઇન્દ્રજીતસિંહ વાળાની તલાસી લેવામાં આવતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ૧૧૨ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, સ્કૂટર મળી કુલ રૂ।.૬૪,૫૫૦નો મુદ્દામાલ કબજે કરી ભવ્યદીપસિંહની ધરપકડ કરી છે.

જામનગરના સુમેર કલબ રોડથી દિગ્વિજય  પ્લોટ તરફ જવાના રોડ પર આવેલી મિગ કોલોની પાસેથી શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યે પસાર થઈ રહેલા ઓશવાળ કોલોનીની શેરી નં.૪માં રહેતા હિરેન જગદીશભાઈ ગોરી નામના શખ્સને રોકી પોલીસે તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh